અમદાવાદ વિધાનસભા ઉપરાંત અન્ય એક નિગમની બેઠકમાં પણ બોલાચાલીના વરવા દ્રશ્યો સર્જાયા. આજનો દિવસ જાણે જાહેર સંસ્થાનોમાં દ્વંદ યુધ્ધનો રહ્યો. ગુજરાત વિધાનસભા બાદ ગુજ.કો.મા.સો.લ.ની બોર્ડ બેઠક આજે યોજાઈ. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લીમીટેડની બોર્ડ બેઠકમાં પણ ભા.જ.પ.-કોંગ્રેસના સભ્યો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ભા.જ.પ.ના સભ્ય તેજસ પટેલ અને કોંગ્રેસી સભ્ય ધીરૂભાઈ ચાવડા વચ્ચે બોર્ડરૂમમાં ગરમાગરમી થઈ ગઈ.
બંને સભ્યોએ ઉગ્ર બોલાચાલી થઈ હોવાનું તો સ્વીકાર્યું પણ મુદ્દાનું કેંદ્રબિંદુ શું હતું તે કહેવાનું ટાળ્યું. સાથે સાથે સ્થાનિક રાજકીય અદાવતને કારણે વાત વણસી હોવાનું પણ સ્વીકાર્યું.