[slideshow_deploy id=’27165′]અમદાવાદમાં અાવેલ અારટીઓ કચેરી પર અવ્યવસ્થાના કારણે સામાન્ય નાગરિકો પરેશાન. વાત જાણે અેમ છે કે સરકાર તરફથી હવે નવા નિયમના ભાગ રૂપે તમામ ટુ-વ્હિલર અને ફોર -વ્હિલર પર HSRP અેટલે કે હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ્સ લગાવવી ફરજીયાત કરવામાં અાવી છે.
પોતાના વાહનોમાં HSRP લગાવવા માટે અારટીઓ કચેરી પર લાંબી લાયનો લાગે છે વ્યક્તિઓ પોતાના કામધંધા છોડી કલાકો સુધી અારટીઓ કચેરી પર ઉભા રહે છે. ત્યારે સિનિયર સિટિજનો અને મહિલાઓ માટે અેક જ લાઈન હોવાથી ભારે અરાજક્તા સર્જાઈ છે.અારટીઓ કચેરી ખાતે લાબી લાઈનો જોવા મળી હતી.
ગુજરાતમાં તમામ વાહનોમાં 15મી જાન્યુઅારી સુધીમાં હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ લગાવવા અાદેશ કરાયો હોવાથી હાલ અારટીઓ પર ભારે ભીડ જામે છે અને નાગરીકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.