ગુજરાતમાં આણંદ અને ખંભાતમાં શોભાયાત્ર દરમિયાન થયેલા પથ્થરમારાના પગલે રાજ્યસરકાર એકશન મોડમાં જોવા મળી હતી અને પથ્થરમારામાં સામેલા તોફાની તત્વોની ગેરકાયદેસર મિલ્કતો સામે બુલડોઝર ફેરવી સંપતિ જમીન દોસ્ત કરવામાં આવી હતી ઉત્તરપ્રદેશના રસ્તે હવે ગુજરાત જોવા મળી રહ્યો છે રાજ્યમાં ગુનાહિત ઇતિહાસ ધરાવનાર માથાભારે શખ્સો સામે દાદાનું બુલડોઝર એકશન જોવા મળી રહ્યો છે અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સોના ગેરકાયદેસર બાંધકાર સામે પોલીસ તવાઇ બોલાવી છે એક બાદ એક ગુંડાતત્વના બાંધકામ તોડવામાં આવી રહ્યા છે. થોડાક સમય આગાઉ DCP-7 પ્રેમસુખ ડેલુના નેતૃત્વમાં જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત એવા નજીર વોરાના ગેરકાયદેસ બાંધકામ જમીનદોસ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આજે ફરી કોર્પોરેશન અધિકારીઓ દ્ઘારા પોલીસ ભારે બંદોબસ્ત સાથે જુહાપુરા વિસ્તારમાં કુખ્યાત ગુનેગાર ઇલિયાસ મહંમદ શરીફ શેખ ઉર્ફે (કાલુ ગરદન) ગેરકાયદેસર બિલ્ડિંગ દુકાનો સામે સપાટો બોલવામાં આવ્યુ હતુ અને જુહાપુરાના કુખ્યાત માથાભારે કાલુ ગરદનની છ વધારે મિલ્કત પણ બુલડોઝર ફેરવી તોડી પડાઇ હતી કાલુ ગરદન પર 18 થી વધુ ગુના નોંધયેલા હતા કાલુગરદન જુહાપુરા મક્તમપુરા સહિત ના વિસ્તારોમાં 21 થી વધારે ગેરકાયદેસર ઇમારતો કબજો ધરાવે છે.
