ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 વર્ષ થી કોરોના વાયરસની મહામારી ને પગલે અનેક વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ જવા પામ્યા હતા અને અનેક લોકોના તો ધંધા રોજગાર બંધ પણ થઈ ગયા હતા.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા પણ GST ભરવા ની મુદતમાં વધારો પણ કરવામાં આવ્યો હતો પરંતુ ઘણા બે નંબરી વેપારીઓ GST ન ભરવા ને લઈ ને GST વિભાગ દ્વારા અનેક રેડો પણ કરવામાં આવી હતી.
આજે આપણે વાત કરીએ તો GST વિભાગમાં છાના ખૂણે અને વેપારી આલમમાં ચોરે ને ચોંટે થઈ રહેલી ચર્ચા મુજબ અમદાવાદ ના એક એવા ટેક્સ કન્સલ્ટન્ટ કે જેમનું નામ છે અમરીશ દવે અને ઉજવલ દવે જે એવું કામ કરી રહ્યા છે કે જે વેપારીઓ ને GST ના ભરવો હોય કે GST ભરવામાં કોઈ સેટિંગ કરવું હોય અને સરકારમાં GST ઓછો બતાવી જમા કરાવવો હોય તેનું કામ કરી રહ્યો છે.આ ટેક્સ કન્સલ્ટન્ટ એટલી હદે બેફામ બન્યો છે કે વી.એસ. હોસ્પિટલની સામે આવેલા એક કોમ્પ્લેક્ષ માં ઓફીસ કરી ને બેઠો છે અને આ અમરીશ દવે અને ઉજવલ દવે રાજ્ય કર વેરા ભવનના અધિકારી જોશી અને સોલંકી ના વહીવટદાર હોવાનું વેપારીઓ ને જણાવી મસ મોટી રકમ પડાવી GST ભરવામાં છેડછાડ કરી સેટિંગો કરી રહ્યા હોવાની વાત લોક મુખે ચર્ચાઈ રહી હોવાનું સામે આવ્યું છે.મહમદ ટાટા,શાહીબાગ ના એક મારવાડી વેપારી અને બીજા અનેક મોટા વેપારીઓ કે જેમને GST ચોરી કરી છે અને તેવા વેપારીઓને આ અમરીશ દવે અને ઉજવલ દવે નામનો ટેક્સ કન્સલ્ટન્ટ સહારો આપી અને રાજ્યકર વેરા વિભાગના અધિકારીઓ ની સાથે મિલીભગત કરી સરકારી ટેક્સ માં ચોરી કરવાનું કાવતરું આચરી રહ્યા છે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
જો વાત કરવામાં આવે તો આ ટેક્સ કન્સલ્ટન્ટ અમરીશ દવે અને તેનો દિકરો કે જે ગુજરાતી ફિલ્મ કલાકાર હતો અને તે પણ કોરોના મહામારી ને લઈ કલાકારી બંધ કરી અને GST કૌભાંડ માં પોતાના પિતા સાથે લાગી ગયો હતો અને જો સરકાર દ્વારા આ રાજ્યકર વિભાગના અધિકારીઓ ની ફોન ની ડિટેઇલ કાઢવામાં આવે તો બહુ મોટી અને સાચી હકીકતો બહાર આવી શકે તેમ છે અને બહુ જ મોટી કરચોરી પકડાઈ શકે તેમ છે.જો આવા અમરીશ દવે અને ઉજવલ દવે જેવા ટેક્સ કન્સલ્ટન્ટ ની બહુ મોટી પોલ ખુલી શકે તેમ છે.આજે લોકમુખે એ પણ ચર્ચાઈ રહ્યું છે કે રાજ્યકર વિભાગના અધિકારી જોશી,સોલંકી,અમરીશ દવે અને ઉજવલ દવે ની એક ઉચ્ચ કક્ષાએ રજુઆત થઈ છે અને આ ચારેય લોકોની આવક અને સંપત્તિ ની તપાસ હાલમાં કરવામાં આવી રહી હોય તેવું જાણવા મળી રહ્યું છે અને આગામી દિવસોમાં આ તમામ ઉપર કેન્દ્ર સરકાર અને રાજ્યસરકાર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે.
આ મુદ્દે સત્ય ડે ન્યૂઝ ટૂંક સમયમાં અનેક પુરાવાઓ સાથે આવી ચોર ટોળકી નો ખુલાસો કરશે.