છેલ્લા 1 વર્ષથી ચાલતી કોરોના મહામારી ને પગલે સૌથી વધુ કોરોના વોરિયર તરીકે ફરજ બજાવનાર ડોક્ટર,પોલીસ,સફાઈકર્મી અને પત્રકારોએ અનેક સેવા કરી છે જેમાં સૌથી વધુ ફરજ બજાવનાર પોલીસ કર્મી ની વાત કરીએ તો રાત દિવસ પોતાના પરિવાર નું ધ્યાન આપ્યા વગર પણ પોતાની ફરજ નિભાવતા હતા.
આજે આપણે વાત કરીએ છીએ ગુજરાત પોલીસની
સત્ય ડે ન્યૂઝ દ્વારા છેલ્લા 1 વર્ષથી ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સાથે વાતચિત કરી હતી જેમાં અનેક પોલીસ કર્મચારીઓ દ્વારા નામ નહીં આપવાની શરતે પોતાની આપવીતી જણાવી હતી અને જણાવ્યું હતું કે જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ હતી ત્યારથી કોરોના મહામારીમાં ખડેપગે જનતા ની સેવા અમારા દ્વારા કરવામાં આવી હતી અને પરિવાર માં માંદગી હોવા છતાં પણ અમે રજા ઉપર જતા ન હતા કારણકે અમને અમારા પરિવાર કરતા પહેલા પ્રજાજનો ની ચિંતા વધારે સતાવતી હતી.બીજા એક પોલીસ કર્મીએ જણાવ્યું હતું કે કોરોના બાદ તુરંત જ સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી જાહેર થતા જ અમો ઇલેક્શન ડ્યુટીના બંદોબસ્તમાં જોડાઈ ગયા હતા અને પરિવાર સાથે ખુબજ ઓછો સમય વિતાવતા હતા.આજે અમને જણાવતા એક એ પણ દુઃખ થાય છે કે બીજા રાજ્યોના પગાર કરતા ગુજરાત પોલીસનું પગાર દર ખુબજ ઓછા ધોરણે રહ્યું છે અને ગુજરાત પોલીસમાં કામ કરતા પોલીસ કર્મચારીઓ દ્વારા નાની મોટી કોઈ ભૂલ થઈ હોય તો અમોને સાંભળ્યા વગર જ ઉચ્ચ અધિકારીઓ દ્વારા અમારા ઉપર ખોટી કાર્યવાહી કરવા લાગી જતા હોય છે અને આ તકલીફ એટલે પડી રહી છે કે ગુજરાત પોલીસમાં IPS અધિકારીઓનું યુનિયન છે પરંતુ નાના કર્મચારીઓનું યુનિયન ન હોવાના કારણે અમારી પરિસ્થિતિ અમો ક્યાંય કહી નથી શકતા જેથી જ અમો નાના કર્મચારીઓ પરેશાન થઈ રહ્યા છીએ.
પી.આઈ. કક્ષા ના એક અધિકારીએ તો સત્ય ડે ની ટીમ સાથે વાત કરી ત્યારે તેમને પોતાની આપવીતી જણાવતા જણાવતા તો આંખમાં પાણી આવી ગયા હતા અને જણાવ્યું હતું કે આ ઇલેક્શન ડ્યુટી હજુતો પુરી જ થઈ છે અને બધા જ નેતાઓ આરામ ફરમાવી રહ્યા છે ત્યારે અમોને તો કોઈ રજા મળી નથી અને આવનારી 24 તારીખથી શરૂ થતી મોઢેરા સ્ટેડિયમની મેચના બંદોબસ્તમાં મૂકી દીધા છે.
શુ અમારે પરિવાર નથી ?
શુ અમારે પરિવાર ને ક્યાંય ફરવા ના લઈ જઈ શકીએ ?
શુ અમારે ફક્ત ને ફક્ત ડ્યુટી જ કરવાની ?
જેવા અનેક પ્રશ્નો પી.આઈ.કક્ષા ના અધિકારીએ જણાવતા જણાવતા આંખો ભીની થઇ ગઇ હતી.
તો આવી છે ગુજરાત પોલીસ ની આપવીતી કે પોતે પરિવાર ને સમય ફાળવ્યા વગર જ પ્રજાજનો માટે જ ફરજ નિભાવી રહ્યા છે અને એટલે જ ગુજરાતની જનતા આરામ થી ઊંઘી શકે છે કારણકે પ્રજાજનો ને એક વાત નો વિશ્વાસ છે કે આપણી ગુજરાત પોલીસ જાગી રહી છે એટલે જ આપણે શાંતિથી નીંદર માણી શકીએ છીએ.