6 મહાનગર પાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો ધીમે ધીમે આવી રહ્યા છે જેમાં કોંગ્રેસ ની કારમી હાર થવા જઈ રહી છે કારણકે 6 મહાનગર પાલિકા ની ચૂંટણીના પરિણામ આવી રહ્યા છે જેમાં રાજકોટ ખાતે કોંગ્રેસ ખાતું પણ નથી ખોલાવી શકી અને ગુજરાત ની જનતાએ કોંગ્રેસને વધુ એક વખત જાકારો આપ્યો છે ત્યારે ગુજરાત કોંગ્રેસના નેતૃત્વ ઉપર સવાલ ઉઠવા પામ્યા છે.કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપર એટલા સવાલ ઉભા થયા છે કે 8 વિધાનસભાની પેટા ચૂંટણી માં પણ એક પણ સીટ કોંગ્રેસ ને જીતાડી ન શકનાર નેતાને કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા કેમ હટાવવા માં ના આવ્યા તે પણ એક સવાલ ઉભા થયા છે.બીજી તરફ ગુજરાત કોંગ્રેસ અને અમદાવાદ કોંગ્રેસ NSUI ના કાર્યકરો પણ અમિત ચાવડાથી નારાજ હોવાના કારણે પણ ક્યાંક ને ક્યાંક નડી રહ્યું છે.બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી ને લઈને પણ અમિત ચાવડા સહિત ના નેતાઓ ઉપર રૂપિયા લઈ ટીકીટ આપ્યા હોવાના આક્ષેપો થયા હતા એટલે જ ગુજરાત કોંગ્રેસ ની અંદર અંદરના આંતરિક વિખવાદ ને કારણે જ કોંગ્રેસ ક્યારેય આગળ આવી નહીં શકે તેવું કહેવાય છે.એક તરફ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા દ્વારા યુવાઓ ને આકર્ષવા અને પાટીદાર મતો ખેંચવા માટે થઈ હાર્દિક પટેલ ને કાર્યકારી અધ્યક્ષ બનાવવા માં આવ્યા હતા પરંતુ હાર્દિક પટેલ પોતાના જ રાજકીય રોટલા શેકવા માટે થઈ ને રાજનીતિ કરી રહ્યો હોય તેમ પોતાની મનમાની ચલાવા માં જ હાર્દિક પટેલે કોંગ્રેસ ને ડુબાડી હોય તેમ લાગી રહ્યું છે.
