રાજસ્થાના ઉદયપુરમાં બનેલી ઘૃણાસ્પદ ઘટનાને લઇ સમ્રગ રાજસ્થાનમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ છે તેના પડઘા ગુજરાતમાં ન પડે તે માટે ગૃહવિભાગ એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. આ વખતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રામાં કોઇ પણ અનિઇચ્છાનીય બનાવ ન બને તે માટે ગતરોજ ગાંધીનગર ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થાને લઇ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહરાજ્યમંત્રી
ગુજરાત પોલીસ વડા, તમામ જિલ્લાઓના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં એક સમીક્ષા બેઠક યોજાઇ હતી જેમાં કોમી એખલાસ અને સૈહાર્દપૂર્ણ વાતવરણ સાથે રથાયાત્રા નીકળે તે માટે તમામ પ્રયાસો હાથધરવામાં આવી રહ્યા છે આ વખતે લાખોની સંખ્યામાં ભક્તોમાં રથયાત્રા ઉમટશે તેને લઇ પોલીસ એકટિવ મોડમાં જોવા મળી રહી છે. જેમાં અમદાવાદ જગન્નાથની રથયાત્રામાં 25000થી વધુ પોલીસ કર્મીઓ અને ઉચ્ચઅધિકારીઓ ખડેપગે હાજર રહેશે તેમજ સી આર પી એફ, એસ આર પી, બી એસ એફ, સહિત હોમગાર્ડ સસુરક્ષા વ્યવસ્થા ગોઠવશે રથયાત્રા તમામ સ્થિતિને પહોંચી વળવા રાજ્યની પોલીસ સજ્જ જોવા મળી રહી છે.
