અમદાવાદ, રાજ્ય સરકારનું એકમ ગુજકોમાસોલનું નામ હવે બદલાઈ જશે. ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ માર્કેટીંગ ફેડરેશન લીમીટેડ આંતરરાષ્ટ્રીય કક્ષાએ લઈ જવાના પ્રયત્નોના ભાગરૂપે હવે તેનું નામ બદલવામાં આવશે. ફક્ત નામ જ નહીં સંસ્થાનો લોગો પણ આ સાથે બદલી નાંખવામાં આવશે.
આ માટે સંસ્થાના ચેરમેન સાથે થયેલી વાત મુજબ “ગુજકો”, “ગુજકો-ઓપ” બેમાંથી એક નામ પર મ્હોર લાગી શકે છે. જેથી કરીને સંબોધનમાં સરળતા રહે. અત્યારસુધી “ગુજકોમાસોલ” નામ લાંબુ હોવાની સાથે વૈશ્ચિક ઓળખ ઉભી કરવામાં અયોગ્ય હોવાથી સંસ્થાએ આ નિર્ણય લીધો છે. જેનું વિસ્તૃત મતબલ રહેશે “ગુજરાત કો-ઓપરેટીવ”. આગામી 14 માર્ચે યોજાનારી બોર્ડ બેઠકમાં આ માટે પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. સંસ્થાના ચેરમેન દિલીપ સંઘાણીના જણાવ્યા પ્રમાણે બોર્ડ ઓફ ડીરેક્ટર્સ વચ્ચે નક્કી કરાયેલા વિવિધ નામોનો પ્રસ્તાવ મુકવામાં આવશે.