રીના બ્રહ્મભટ્ટ દ્વારા :હાર્દિક પટેલ ખરેખર પાટીદારોના હિત માટે લડે છે કે નહિ? એ બાબત સાઈડની છે પરંતુ એક વાત નિશ્ચિત છે કે, હાર્દિકે રાજનીતિની સકલ સુરત બદલી નાખી છે અને બંને પાર્ટીની ઊંઘ હરામ કરી નાખી છે. આજે ઘણા ખરા પાટીદારો હાર્દિકને પાટીદારના અનામત આંદોલનના બદલે રાજકીય પ્યાદું બની ગયા નું માને છે અને આ માટે એનો વિરોધ પણ કરી રહ્યા છે. તેછતાં આજે પણ એની રેલીઓમાં ભીડ ઉમટે છે તે એક હકીકત છે. અને આ ભીડના દમ પર જ હાર્દિક ભાજપને ગાળો ભાંડી કોંગ્રેસને એની આંગળી પાર નચાવવાના સપના જુવે છે.ત્યારે એક બાબત એ પણ છે કે,બળવાખોરીનો ઇતિહાસ કહે છે કે, તે કોઈને રાશ આવી નથી અને જેને પણ બળવો કર્યો અને નવો પક્ષ રચ્યો કે અન્ય પક્ષમાં સામેલ થયા એમાના મોટાભાગના લોકો એવા ખોવાઈ ગયા કે આજે લોકોને એમના નામ પણ યાદ નથી..અને આખરે આ લોકોની હાલત અમીચંદો અને જયચંદો જેવી થતી હોય છે.
આવા નેતાઓ ચાહે રાજકારણી હોય કે લોક આંદોલનના નેતા હોય જેમાં તમે અન્ના હજારે ને જુવો કે જેના નામે આજે અરવિંદ કેજરીવાલ દિલ્હીમાં આપની સરકાર બનાવી રાજ કરી રહી છે. જેમાં બાબા આમ્ટે હોય કે મેઘા પાટકર કે ઈરોમ શર્મિલા હોય આ બધા જ લોક આંદોલનના નેતા હતા. તેછતાં એમના હાલ ભૂંડા થયા છે. અને હાલ એ લોકો ક્યાં છે એની કોઈ ને ખબર પણ નથી.
આવા નામોમાં હાલમાં શંકરસિંહ વાઘેલાનું નામ તાજું ઉદાહરણ છે. કે જેમને 1995 માં ભાજપ છોડી પોતાનો પક્ષ રચ્યો રાજપા પરંતુ એમાં કારી ના ફાવી અને આખરે થાકી હારી કોંગ્રેસમાં સામેલ થયા. અને એમાં પણ વાંકુ પડતા રીટાયર થવાની ઉંમરે ફરી એકવાર જનવિકલ્પ નામનો પક્ષ રચી બેઠા છે. પરંતુ હાલ વિધાનસભાની ચૂંટણીમાં એમના પક્ષ સામે કોઈ જોવા પણ તૈયાર નથી. કંઈક એ જ પ્રકારે ચુસ્ત કોંગ્રેસી એવા નરહરિ અમીન પણ કોંગ્રેસ છોડી ભાજપના ખોળામાં બેઠા અને અત્યારે એમના શું હાલ હવાલ છે ? એ લોકો જાણે જ છે. આ જ પ્રકારે ગોરધન ઝડફિયા, બળવંત સિંહ, વિટ્ઠલ રાદડિયા, તેજસવીબેન અને હવે રેશ્મા પટેલ અને વરુણ પટેલ પણ એ જ રસ્તે ચાલી રહ્યા છે.
ત્યારે હાર્દિક સામે અનેક સવાલિયા નિશાન તકાયેલા છે. તો બીજી તરફ ભાજપે ઓલરેડી એનો ખેલ પાડી દીધો છે. અને હાર્દિકની રાજકીય બયાનબાજીના પગલે પટેલોમાં પણ મતભેદ શરુ થઇ ચુક્યા છે. ત્યારે આ પ્રસંગે ભાજપનઆ કેશુભાઈ પટેલ પણ યાદ આવી જાય છે. યાદ કરો બીજેપીના આ ધુરંધર નેતા કે જેમણે 2012 માં બીજેપી છોડી “ગુજરાત પરિવર્તન પાર્ટી લોન્ચ કરી હતી.
અને આ સમયે મોટી સંખ્યામાં નારાજ પટેલ મતદારોને એમની તરફ ખેંચવામાં સફળ થયા હતા.તેમછતાં મળી મળીને એમને પટેલોના ફક્ત 3.63 % જેટલા જ મત મળ્યા હતા. તેમજ મતો ના આ વિભાજન થી આખરે ભાજપ ને જ ફાયદો થયો હતો. નારાજ પટેલોના આ મત આસાનીથી કોંગ્રેસને મળી શકત પરંતુ આ વોટ જીપીપીને મળ્યા અને રાજ્યમાં પટેલોના ગઢ ગણાતા વિસ્તારોમાં ભાજપ ફાવી ગયું. અને કોંગ્રેસને સારો એવો લોસ થયો. ત્યારે ઇતિહાસ ગવાહ છે કે, બાળવાખરો કદી ફાવ્યા નથી. તેથી હાર્દિક પટેલ જે કિંગ મેકર બનવાના સપના જુવે છે અને રેશ્મા અને વરુણ કે જેઓ ભાજપમાં સામેલ થયા છે પરંતુ શું આ બાળવાખોરી એમને રાશ આવશે કે કેમ ? એ તો સમય જ કહેશે..