પાટીદાર અનામત આંદોલન નેતા હાર્દિક પટેલ ફરી એક વાર સમાચારોમાં છે. આ વખતે તેમની ચર્ચા રાજનીતિને કારણે થઈ રહી નથી. હકીકતમાં હાર્દિક પટેલ ખુબ જ જલ્દી લગ્નના તાંતણે બંધાવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલ 27 જાન્યુઆરીએ બાળપણની મિત્ર કિંજલ પારેખ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. પરિવાર સાથે જોડાયેલા સૂત્રો અનુસાર બંનેના લગ્ન ખુબ જ સાદગીપૂર્ણ રીતે થશે, જેમાં પરિવારના કેટલાક લોકો અને મિત્રો જ શામિલ થશે. લગ્ન સમારોહ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં આવેલા તેમના કુળદેવી માતાજીના મંદિરે રાખવામાં આવ્યો છે.
કેવી રીતે મળ્યા હાર્દિક અનેકિંજલ
હાર્દિકના પિતા ભરત પટેલ અનુસાર કિંજલ પારેખનો પરિવાર મૂળ રૂપે સુરતનો રહેવાસી છે. પરંતુ કેટલાક વર્ષ પહેલા તેઓ વિરમગામ આવીને વસી ગયા હતા. કિંજલ કોમર્સમાં ગેજ્યુએટ છે અને હાલમાં ગાંધીનગરથી લૉ ભણી રહી છે. પરિવાર સાથે જોડાયેલા લોકોએ જણાવ્યું કે હાર્દિક અને કિંજલ ઘણા સમયથી એકબીજાના સારા મિત્રો છે. કિંજલ હાર્દિકનો બહેન મોનીકા સાથે અભ્યાસ કરતી હતી અને શરૂથી જ તેનું હાર્દિકના ઘરે આવવા-જવાનું હતું. ત્યારપછી બંને એકબીજાને પસંદ કર્યા અને પરિવારની મંજૂરી મળ્યા પછી હવે 27 જાન્યુઆરી 2019 દરમિયાન લગ્ન કરવા જઈ રહ્યા છે. કિંજલ પણ પાટીદાર સમુદાયથી આવે છે.
શું બંનેના લગ્ન આંતરજ્ઞાતિય છે?
હાર્દિકના પિતા ભરત પટેલે જણાવ્યું કે કિંજલની સરનેમ પારેખ સાંભળીને એવું કહેવામા આવી રહ્યું છે કે આંતરજ્ઞાતિય લગ્ન છે, પરંતુ એવું નથી. કિંજલ પારેખ પટેલ છે જે પાટીદાર સમુદાયથી આવે છે. તેમને જણાવ્યું કે લગ્ન સમારોહ ખુબ જ સામાન્ય રીતે થશે જેમાં બંને તરફથી કુલ માંડીને 50 થી 60 લોકો જ ભાગ લેશે. પરિવારના ખાસ લોકો વચ્ચે જ તેમના લગ્ન થશે. બંનેની સગાઈનું એલાન વર્ષ 2016 દરમિયાન કરવાં આવું હતું, જયારે હાર્દિક જેલમાં બંધ હતો. કિંજલ સાથે લગ્ન અંગે હાર્દિક પટેલ ઘ્વારા કોઈ નિવેદન નથી આપવામાં આવ્યું પરંતુ પરિવારના લોકોએ લગ્નની પુષ્ટિ કરી છે. લગ્નને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છે.
હાર્દિક પટેલ આપે છે ભાજપ અને મોદી વિરુદ્વ નિવેદનો
પાટીદાર નેતા હાર્દિક પટેલ આપને જણાવી દઈએ કે પાટીદાર આરક્ષણ આંદોલન અંગે હાર્દિક હંમેશા પીએમ મોદી અને ભાજપ પર પ્રહાર કરે છે. હાલમાં જ હાર્દિક પટેલ કોલકાતામાં મમતા બેનર્જી ઘ્વારા બોલાવવામાં આવેલી વિપક્ષી રેલીમાં જોડાયા હતા. થોડા દિવસો પહેલા જ હાર્દિક પટેલે ગુજરાતમાં ખેડૂતોના દેવા માફી અંગે ભાજપ સરકાર સામે ઉપવાસ કર્યા હતા, જેમાં તેની તબિયત પણ બગડી હતી. હાર્દિક પટેલ હવે રાષ્ટ્રીય રાજકારણમાં સક્રીય થઈ ગયા હોવાનું પ્રતિત થઈ રહ્યું છે.