અમદાવાદ, પાસ કન્વિનર હાર્દિક પટેલને રાજદ્રોહના ગુનામાં મુશ્કેલીઓ વધી શકે છે. હાર્દિક પટેલે કરેલી ડીસ્ચાર્જ અરજી આજે કોર્ટે ફગાવી દિધી છે અને આગામી 21મી માર્ચના રોજ તેની પર ચાર્જ ફ્રેમ કરાશે.
પાટીદાર અનામત આંદોલનના કન્વિનર હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો નોધવામાં આવ્યો હતો.જેમાં હાર્દિક પટેલના વકિલે સેશસન્સ કોર્ટમાં રાજદ્રોહના ગુના સામે ડીસચાર્જ અરજી કરવામાં આવી હતી અને અરજીમાં પ્રથમ દ્રષ્ટીએ કોઇ ગુનો બનતો નથી અને હાર્દિક પટેલ સામે કોઇ પૂરાવા ન હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
જો કે સામે પક્ષે સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહના ગુના અંગેના તમામ પૂરાવા રજૂ કર્યા હતા.જેના પગલે કોર્ટે હાર્દિક પટેલ સામે રાજદ્રોહનો ગુનો બને છે.અને આગામી 21મી માર્ચે હાર્દિક પટેલ સામે પોલીસ ચાર્જ ફ્રેમ કરે તેવો આદેશ કર્યો છે.