પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલના લગ્ન આજે યોજાશે. હાર્દિક પટેલના લગ્ન સુરેન્દ્રનગરની કિંજલ પટેલ નામની યુવતી સાથે થઈ રહ્યા છે. કિંજલ અને હાર્દિક શાળામાં સાથે જ અભ્યાસ કરતા હતા. પરંતુ કિંજલ પટેલના પિતાની સુરતમા બદલી થઇ જતાં બન્નેનો સંપર્ક તૂટી ગયો હતો.
જો કે આંદોલન શરુ થયાં પછી ફરીથી બન્ને સંપર્કમાં આવ્યા હતાં. આજે સુરેન્દ્રનગરમા હાર્દિકના લગ્નની વિધિ પૂર્ણ થઈ છે. હસ્તમેળાપની રસમ અદા કરી દેવામાં આવી છે. હાર્દિક- કિંજલ સાથે લગ્ન થઈ ગયા છે. બંનેએ સાત ફેરા ફર્યા અને કિંજલ પરીખ હવેથી કિંજલ હાર્દિક પટેલ બની ગઈ છે. સાદા સમારંભમાં નજીકનાં સંબંધીઓની હાજરીમાં લગ્નના સાત ફેરા અને હસ્તમેળાપની વિધિ પૂર્ણ કરવામાં આવી હતી.
જણાવી દઇએ કે, પાટીદાર અગ્રણી અને પાસ કન્વીર હાર્દિક પટેલના લગ્ન થવાના હોવાથી પરિવારજનોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ સાથે જ હાર્દિક પટેલે લગ્નની આગલી રાતે પોતાના નિવાસસ્થાને યોજાયેલા ગરબા પણ ઝૂમતો નજરે પડ્યો હતો. હાર્દિકની સાથે સાથે તેમના માતા પિતા અને બહેને પણ પુત્રના લગ્નના આનંદ ગરબા રમીને વ્યક્ત કર્યો હતો.