છેલ્લા 14 દિવસથી ઉપવાસ આંદોલન પર બેઠેલા પાટિદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલની તબિયત ખરાબ થતાં તેને એમ્બ્યુલન્સથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે. સોલા હોસ્પિટલમાં હાર્દિક પટેલની સારવાર ચાલી રહી છે. સોલા સિવિલમાં હાર્દિક પટેલની સારવાર માટે ત્રણ ડૉક્ટરો તહેનાત કરેવામાં આવ્યા છે. ઉપરાંત હૉસ્પિટલની બહાર સઘન પોલીસ બંદોબસ્ત ગોઠી દેવામાં આવ્યો છે.
તબિયત લથડતાં હાર્દિકને હોસ્પિટલે ખસેડાયો
25 ઓગસ્ટથી કરી રહ્યો છે ઉપવાસ
જણાવી દઈએ કે પાટીદારોને અનામત અને ખેડૂતોને દેવા માફીની માગણી સાથે હાર્દિક પટેલ 25મી ઓગસ્ટથી ઉપવાસ પર છે. વચ્ચે હાર્દિક પટેલે 2 દિવસ સુધી જળત્યાગ પણ કર્યો હતો. જો કે તેની કિડનીને ઈન્ફેક્શન થતાં ડૉક્ટરોએ હાર્દિકને જ્યૂસ પી લેવા માટે અને સારવાર કરાવવા સલાહ આપી હતી પણ હાર્દિકે ઉપવાસ આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. જો કે હવે હાર્દિકની તબિયત વધુ લથડતાં તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો છે.
તબિયત લથડતાં હાર્દિકને હોસ્પિટલે ખસેડાયો
તબિયતમાં સુધારો થયા બાદ ફરી આંદોલન સક્રિય કરાશે
ગુરુવારે જ હાર્દિક પટેલની તબિયતે તેનો સાથ આપી દીધો હતો જેને પગલે હાર્દિકને વ્હીલ ચેર પર બેસાડીને ઉપવાસ છાવણીની બહાર લાવવામાં આવ્યો હતો. આજે સવારે અમદાવાદ પોલીસે પણ હાર્દિક પટેલ સાથે વાત કરી હતી. મનોજ પનારાએ જણાવ્યા મુજબ હાર્દિક પટેલને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. પનારાએ કહ્યું કે, હાર્દિક જીવન અને મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો હતો. ઉપરાંત હાર્દિકની તબિયતમાં સુધારો થયા બાદ ફરી આંદોલન સક્રિય કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.
તબિયત લથડતાં હાર્દિકને હોસ્પિટલે ખસેડાયો
જીએમડીસી ગ્રાઉન્ડની રેલી
જણાવી દઈએ કે ગુજરા વિધાનસભાની ચૂંટણી પહેલા અનામત આંદોલનની માગણી સાથે પાટીદાર અનામત આંદોલન સમિતિની સ્થાપના કરવામાં આવી હતી, જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલ કાર્યક્રમમાં પોલીસે કરેલા લાઠી ચાર્જ બાદ પાટીદારો વિફર્યા હતા અને રાજ્યભરમાં તોડફોડ અને આગચંપીની ઘટનાઓ બની હતી. દરમિયાન એક યુવા નેતા તરીકે હાર્દિક પટેલ ઉપસી આવ્યો હતો. એ સમયે હાર્દિકની ઉંમર ઘટતી હોવાથી તે ચૂંટણી નહોતો લડી શક્યો પણ હવે હાર્દિક ચૂંટણી લડી શકે તેવી ચર્ચા પણ વહેતી થઈ છે.
તબિયત લથડતાં હાર્દિકને હોસ્પિટલે ખસેડાયો
પારણાં કરશે કે નહીં તે સ્પષ્ટ નથી થયું
લોકસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ હાર્દિક પટેલે ફરી ઉપવાસ આંદોલન શરૂ કરી દીધું હતું અને રાજકીય માથાંઓએ હાર્દિકને ટેકો આપતાં ભાજપ સરકારની પણ ઊંઘ હરામ થઈ ગઈ છે. ઉદ્ધવ ઠાકરેએ હાર્દિકને ઉપવાસને બદલે લડાઈ લડવાની સલાહ આપી હતી જ્યારે રાજીવ સાતવ, મમતા બેનરજી, પરેશ ધાનાણી, અરવિંદ કેજરીવાલ, જીજ્ઞેશ મેવાણી, અલ્પેશ ઠાકોર, પૂર્વ આઈપીએસ અધિકારી સંજીવ ભટ્ટ સહિતના લોકોએ હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું હતું. જો કે હાર્દિકને હાલ સોલા સિવિલમાં દાખલ કરવામાં આવ્યો છે અને તે પારણાં કરશે કે નહીં તે અંગે હજુ કંઈ સ્પષ્ટતા થઈ નથી.