કોરોનામાં શહેરીજનો પોતાના પરિવાર સાથે વધુ સમય પસાર કરી રહ્યા છે ત્યારે તેમને લોકડાઉનનાં ખરા સમયમાં તેમના સ્ટ્રેસને રિવિલ કરવા પર્યાવરણનો સહારો લીધો છે. શહેરમાં ડ્રાઈવ ચલાવતા લોકોનું કહેવું છે કે છેલ્લા ૩થી 4 મહિનામાં લોકો તેમના ઘરે ગાર્ડનિંગ અને પ્લાન્ટેશન કરતા શિખી ગયા છે. આ વર્ષે ઘરે જ વૃક્ષારોપણ કરીને ફ્રૂટ અને શાકભાજી વાવ્યા છે. હેલ્થને ધ્યાનમાં રાખી છોડવાનું વાવેતર કરવું જોઇએ. સામાન્ય રીતે જે શહેરીજનોને પર્યાવરણ બચાવવા માટે વૃક્ષારોપણ કરવાનું કહીશું તો તેઓ આગળ આવતા નથી પરંતુ તેના બદલે તેમના ઘરે જ સ્વાસ્થ્યવર્ધન માટે વૃક્ષારોપણ કરવાનું સમજાવવામાં આવે છે. લોકડાઉનનામાં ઘરે રહીને કિચન ગાર્ડનીંગ, ટેરેસ ગાર્ડનીંગ, બાલ્કની ગાર્ડનીંગ તૈયાર કરીને તેનું સેવન કર્યું છે. આ ગાર્ડનીંગમાં લોકોએ શાકભાજી, હબ્સ ઉગાડ્યા છે. લોકો અવેર થાય તે માટે અમે છેલ્લા કેટલાક સમયથી પ્રયત્ન કરતા હતા. જે સફળ રહ્યું.કિચન ગાર્ડનીંગ માટે ઓછી જગ્યાની જરૂર પડતી હોય છે, જેના કારણે ખર્ચો ઓછો થાય છે અને ખાતર પણ ઘરમાંથી મળી શકે છે.