[slideshow_deploy id=’34098′]અમદાવાદ આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચમાં તા. ૮ થી ૧૦ માર્ચ દરમિયાન વિમેન્સ-ડેની ઉજવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આજે આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચ પર સવારે ૭ થી ૮-૩૦ કલાક દરમિયાન એરોબિક્સ-ડાન્સનું વિશેષ સેશન યોજવામાં આવ્યું હતું.
વાયબ્રન્ટ મ્યુઝિક સાથેનાં ફલોર એરોબિક્સનાં સેશનમાં મુડ અને ફિટનેસ વધે છે તેનો અનુભવ થયો હતો. આ ઉપરાંત ઘણી બધી ફિટનેસ પ્રવૃત્તિઓથી સવારની ઉર્જા કેવી રીતે વધે તેનું નિદર્શન પણ હાથ ધરવામાં આવ્યું હતું. આજના સેશનમાં ૩૦થી પણ વધુ વિમેન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે ભાગ લીધો હતો. ન્યુજેન ક્વોન્ટમ ફિટનેસનાં નેહા શેઠ મહેતા દ્વારા આ સેશન હાથ ધરવામાં આવ્યુ હતું.