દિલ્હીમાં સ્મોગથી ૩૦થી વધુ મોત થયાં પછી અમદાવાદના સત્તાવાળા જાગ્યા, એમણે પણ અમદાવાદમાં પ્રદુષણ ચેક કરાવવાનું શરુ કર્યું
પુનાના નિષ્ણાતો સાથે મળીને અમદાવાદના પ્રદુષણનું સ્તર જોયું તો સરકારી તંત્ર હચમચીજ નહી ખળભળી ઉઠ્યું કારણકે અમદાવાદમાં હવામાં પ્રદુષણ ૩૧૧ ઇન્ડેક્સ છે સામાન્ય માણસને આ નહી સમજાય પણ ૩૧૧ ઇન્ડેક્સ હવાનું પ્રદુષણ હોય એટલે ૧૪ વર્ષથી નીચેના ૧૦ બાળકોમાંથી સાત બાળકોને અસ્થમા થવો શ્વાસ લેવામાં તકલીફ પડવી સાદી ભાષામાં કહીએ તો થોડું દોડે ને હાંફી જાય પરંતુ માં-બાપ એવું મને છે કે હવે રમતો ઓછી થઇ એટલે હાંફ ચડે છે, પરંતુ આની સીધી અસર હ્રદય અને ફેફસાં પર થાય છે ફેફસાને ઓક્સીજન મેળવવાની તકલીફ પડે છે સાથે સાથે હૃદય પણ નબળું પડે છે એટલે જ શહેરોમાં નાની ઉમરે હ્રદયરોગના હુમલા થવાના કેસ વધી ગયા છે.
પ્રદુષણની માત્રા હવામાં ૩૧૧ ઇન્ડેક્સ હોય એટલે સગર્ભા મહિલા પર અને એના આવનારા બાળક પર અસર પડે છે એટલુજ નહી બહાર કામ કરવા વાળા મજૂરો પર એની ખાસ અસર પડે છે પ્રદુષણથી ગળું સુકાવવું માથાનો દુઃખાવો શરુ થવો એટલુંજ નહી ઇન્ફેકશન સામે તમારી રોગપ્રતિકારત્મક શક્તિ ઘટી જાય છે અને અનેક રોગોના ભોગ બનો છો
જો તમે સ્વસ્થ હોવ તો પણ ૩૧૧ ઇન્ડેક્સ વાળા પ્રદુષિત વાતાવરણમાં રહેતા હોવતો એની પહેલી નિશાની છે આંખો બળવી નાક અને ગળામાં બળવું શ્વાસ લેવામાં તકલીફ થવી આ લક્ષણો ભયાનક સાબિત થઇ શકે છે જેના પરિણામે હ્રદયરોગના હુમલો થવાની શક્યતા રહેલી છે
અત્યારે સરકારે માત્ર અમદાવાદનો ટેસ્ટ કર્યો છે પરંતુ આવનારા દિવસોમાં અમદાવાદ જેવા બીજા શહેરોનો ટેસ્ટ કરવામાં આવેતો પ્રદુષણની માત્રા વધી જવાના કારણે અનેક સમસ્યા સામે આવશે એમાં કોઈ શંકાને સ્થાન નથી