અમદાવાદના ઈસરોની મશીનરીમાં આગ લાગતા લોકોમાં દોડધામ મચી ગઇ હતી. ફાયરની 7 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી અને ફાયરની ટીમ દ્વારા આગ પર કાબૂ મેળવવાયો હતા. આગમાં ત્રણ કર્મચારી દાઝયાં હતા, જોકે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે. ફાયર વિભાગની 25થી વધુ આગની ગાડીઓ પહોંચી હતી.
ફાયર વિભાગની મદદથી કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યાં છે. અમદાવાદના કલેકટર વિક્રાંતે પાંડે ઇસરો પહોંચ્યા છે. ઇસરોમાં 4 એમ્બ્યુલન્સ પહોંચી હતી. ઇસરોના સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)માં આગ લાગી છે. SAC ઇસરોમાં સંશોધન માટેનું મહત્વનું સેન્ટર ગણાય છે. મંગળયાન અને ચંદ્રયાનનું સંશોધન SAC પાસે છે. ISROમાં ટેસ્ટીંગ લેબમાં લાગેલી આગ કાબૂમાં