મુખ્યમંત્રીએ અમદાવાદમાં રાજ્યના શિક્ષણ વિભાગ આયોજિત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનો પ્રારંભ કરાવતા આ મહત્વ પૂર્ણ જાહેરાત કરી હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના અનાથ, વિધવા માતાના સંતાનો દિવ્યાંગો અને લશ્કર પોલીસના શહીદ જવાનોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે 2500 વિદ્યાર્થીઓને 5 લાખ સુધીની અભ્યાસ ફી રાજ્ય સરકાર ભરશે તેવી સંવેદના સ્પર્શી જાહેરાત કરી છે.
અા સહાયથી અનાથ, વિધવામાતાના સંતાન અને દિવ્યાંગોને તેનાથી ફાયદો થશે. હાલ અમદાવાદ ખાતે રાજ્યના શિક્ષણ વિભાગ આયોજિત ગ્રાન્ડ એજ્યુકેશન ફેરનુ અાયોજન કરવામાં અાવ્યુ છે.