અમદાવાદ પોલીસખાતામાં એક સમયે રઘુ દેસાઈ નામના પૂર્વ કોન્સ્ટેબલ ભારે ચર્ચામાં હતા જેઓ સોહરાબૂદીન એન્કાઉન્ટર કેસમાં સરકારની સામે પડી સાક્ષી બનતા રાતોરાત ભારે ફેમસ થઈ ગયા હતા જોકે,ધીરે ધીરે લોકોએ મેટર ભૂલવા લાગ્યા હતા પણ ફરી પાછા પૂર્વ કોન્સ્ટેબલ રઘુ દેસાઈ ચર્ચામાં આવ્યા છે, ભૂતકાળમાં તેઓ એક પોલીસ કોન્સ્ટેબલ જેવી સામાન્ય પોસ્ટ ઉપર હોવાછતાં આજકાલ હાલમાં બેનામી સંપતિઓનામાલિક બની ગયા છે એટલું જ નહીં પણ આ પૂર્વ કોન્સ્ટેબલ રઘુ દેસાઈનો પુત્ર કિશન દેસાઈ પણ ભારે ચર્ચામાં છે.
એક ચોંકાવનારી વાત એવી પણ ચર્ચામાં છે કે એક મોટુ નામ ધરાવતા આઇપીએસના નામે કિશન દેસાઈ વહીવટ કરી રહ્યો છે, એટલુંજ નહિ પણ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના નામે રઘુ દેસાઈ નો દીકરો કિશન દેસાઈ કરી ઉઘરાણાના ખેલ પાર પાડી રહ્યો છે.
મળતી માહિતી મુજબ જોયણક ગામમાં રહેતો રઘુ દેસાઈ અને તેમનો દીકરો અનેક બેનામી સંપતિઓના છે માલિક છે અને આટલી બધી સંપત્તિ કેવી રીતે આવી તે વાત ચર્ચાનો વિષય બની છે.
પોલીસ વિભાગમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર મામલે અગાઉ રાજકોટ પોલીસખાતું બદનામ થઇ ચૂક્યું છે ત્યારે અમદાવાદમાં પણ ક્રાઇમબ્રાન્ચના નામે ખેલ થતા હોવાની વ્યાપક ચર્ચા તપાસનો વિષય બની છે.
અમદાવાદમાં એક સમયે સોહરાબૂદીન એન્કાઉન્ટર કેસમાં ભારે ગાજેલા રઘુ દેસાઈનો પુત્ર કિશન દેસાઈ આજકાલ ભારે ચર્ચામા છે,પૂર્વ કોન્સ્ટેબલ રઘુ દેસાઈના પુત્ર કિશન દેસાઈ આઈ.પી.એસ.અધિકારી નું નામ વટાવી પોતાનો પ્રભાવ ઉભો કર્યો છે ત્યારે શું ખરેખર આ આઇપીએસના તેની ઉપર આર્શિવાદ છે કે પછી એમજ હુલ મારી વહીવટ કરે છે તે તપાસનો મુદ્દો છે.
જોયણક ગામમાં રહેતા રઘુ દેસાઈ અને તેમનો દીકરો અનેક બેનામી સંપતિઓના માલિક બની બેઠા છે ત્યારે સબંધિત વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો બેનામી વહીવટના હિસાબો અને સંપત્તિની કળાનો પર્દાફાશ થવાની શકયતા વ્યક્ત કરવામાં આવી રહી છે.