સુરક્ષિત ,સલામત જુદા-જુદા નામોથી ઓળખાતું અમદાવાદ દિવસેને દિવસે ગુનોખોરીનું હબ બનતુ જઇ રહ્યુ છે . શહેરમાં લૂંટ,ચોરી,ખંડણી,હત્યા સહિતના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યુ છે જેને લઇ અમદાવાદ શહેરની કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર અનેક સવાલો ઉઠી રહ્યા જાણે કે હવે ગુનેગારો પોલીસને કોઇ ખૌફ રહ્યો ન હોય તેવી રીતે બેફામ બની ગુનાખોરી પ્રવૃતિ અંજામ આપી રહ્યા છે.વધુ એક લૂંટનો બનાવ અમદાવાદના પોશ વિસ્તાર થલતેજ માંથી સામે આવ્યુ છે .જેમાં ઝાયડસ હોસ્પિટલ પાસે ઉભેલી કારમાં 20 લાખની લૂંટ કરી લૂંટારુઓ ફરારા થયા છે.જેને લઇ લૂંટનો ભોગ બનાનાર યુવકે સોલા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના એસ જી હાઇવે ખાતે ઓફિસ ધરાવતા બિલ્ડર કમલેશ દવેની ગાડીમાંથી 20 લાખની લૂંટ થયાની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદના જણાવ્યા અનુસાર ઝાયડસ હોસ્પિટલ પાસે મારી કાર ઉભી હતી તે દરમિયાન કેટલાક લૂંટારઓ બાઇક પર આવ્યા હતા હાથમાં તિક્ષ્ણ હથિયારની અણીએ ગાડીના કાચ તોડી કારમાં પૈસાથી ભરેલો બેગ લઇ ફરાર થયા હતા.
કમલેશ દવે કોઇ જરૂરી કામથી ચીજવસ્તુ લેવા ગયા હતા તે દરમિયાન કેટલાક બાઇક આવેલા લૂટારાઓએ બાઇક દુર રાખી પોતે અપંગ હોવાનું નાટક કરી કાર પાસે આવ્યા હતા જો કે કમલેશભાઇ સ્થળ ન હતા તે તકનો લાભ લઇ કારના કાચ તોડી 20 લાખ રૂપિયાની બેગ લઇ ફરાર થયા હતા આ અંગે કમલેશ દવે લૂંટ થયાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોધાવી છે.જે અંગે પોલીસે આરોપીઓને પકડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે