બિટકોઈન કેસમાં પોતે પાકસાફ હોવાનો વીડિયો વાયરલ કરનાર પૂર્વ ધારાસભ્ય નલીન કોટડિયાને સીઆઈડી સામે હાજર થવા માટે સીઆઈડી ક્રાઈમના બે સમન્સ પછી પણ તેઓ હાજર થયા નથી, બીજી તરફ સીઆઈડીની કસ્ટડીમાં રહેલા કિરીટ પાલડિયાની પુછપરછમાં તેણે બિટકોઈનમાંથી મળેવી રકમનો એક ચોક્કસ હિસ્સો નલીન કોટડિયાને પણ આપ્યો હોવાની કબુલાત કરી હતી. જેના આધારે સીબીઆઈ ક્રાઈમની એક ટીમ રાજકોટ પહોંચી હતી અને તેમણે કોટડિયા તરફથી આવેલા આંગડિયામાં આવેલા રૂ.25 લાખ સ્વીકર્યા હતા, તેની પાસેથી રૂ.25 લાખ રિકવર કરી ટીમ ગાંધીનગર આવા રવાના થઈ છે.
કિરીટ પાલડિયાના પુછપરછ દરમિયાન તેણે શૈલેષ ભટ્ટ પાસેથી પડાવી લેવામાં આવેલા બિટકોઈનમાંથી કોને કેટલી રકમ ચુકવી તે અંગેની પુછપરછ કરી હતી, જેમાં પોલીસ અધિકારીઓ સહિત નલીન કોટડિયાને કેટલીક રકમ ચુકવાઈ હોવાની તેણે કબુલાત કરી હતી. જેમાં રાજકોટની નાનુ નામની વ્યકિતને રૂ.25 લાખ આંગડિયા મારફતે મોકલ્યા હતા. કોટડિયાનો આ નાનુ નામની વ્યકિત અંગત હોવાનું તેણે જણાવ્યું હતું, આ માહિતીને આધારે એક ટીમ રાજકોટ રવાના થઈ હતી. રાજકોટ પહોંચેલી ટીમે નાનુની પુછપરછ કરતા તેને રૂ.25 લાખ આંગડિયા મારફતે મળ્યા હોવાની કબુલાત કરી હતી.
સીઆઈડીએ નાનુ પાસેથી રૂ.25 લાખ રૂપિયા કબજે કર્યા હતા અને નાનુની પુછપરછ માટે ગાંધીનગર લાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ હજી સુધી નલીન કોટડિયાનો કોઈ પત્તા લાગ્યો નથી. સંભાવના છે કે તેઓ કોઈ પણ કોર્ટમાં આગોતરા જામીન મુકશે, જેના કારણે સીઆઈડી કોર્ટ ઉપર પણ નજર રાખી રહી છે. કોટડિયાના પરિવારના નિવેદન પ્રમાણે તેઓ પોતાના મોબાઈલ ફોન મુકી જતા રહ્યા છે ક્યાં ગયા છે તેની કોઈ જાણકારી પરિવાર પાસે નથી.