ગુજરાતના મહેસુલમંત્રી કૌશિક પટેલની તબિયત અચાનક લથડતા તેમને સાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યાં હાલ તેઓ તબીબોના નિરીક્ષણ હેઠળ છે.
પ્રાપ્ત માહિતી મુજબ મહેસુલમંત્રી કૌશિક ભાઈ પટેલ છેલ્લા કેટલાક દિવસથી તેમની તબિયત અસ્વસ્થ હતી.
પરંતુ વધુ તબિયત બગડતાં તેમને શહેર ની સાલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરો એ તેમની સારવાર શરૂ કરી દીધી હોવાનું સૂત્રો જણાવે છે. પ્રાથમિક તપાસમાં તેમને ન્યુમોનિયાની અસર હોવાનું જાણવા મળ્યું છે. હાલ તેમની તબિયત સુધારા ઉપર હોવાનું જાણવા મળ્યું છે.