અમદાવાદમાં L.G. હોસ્પિટલમાં દર્દીના સગા અને મહિલા તબીબ વચ્ચે બોલાચાલી થતાં વાતાવરણ તંગ બની ગયું હતું.દર્દીના સગાએ સારવાર મુદ્દે અસંતોષ વ્યક્ત કરતાં મહિલા તબીબ સાથે બોલાચાલી થઈ હતી.આ ઘટનાને લઈને નારાજ તબીબો એકજૂથ થયા હતા અને ફરજ છોડીને હોસ્પિટલની બહાર એકઠા થયા હતા.
જેના કારણે અન્ય દર્દીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.જો કે, RMO દ્વારા તબીબો અને દર્દીઓ વચ્ચે સમજાવટની પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
ઉલ્લેખનીય છે કે અમદાવાદની જાણીતી L.G. હોસ્પિટલ સારવાર અર્થે રાખવામાં આવેલ એક દર્દીને યોગ્ય સારવાર નહીં મળવા મુદ્દે દર્દીના પરિવારજનો અને તબીબ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતાં વાતાવરણમાં તંગદિલી સર્જાઇ હતી. જો કે આ ઘટના બાદ દવાખાનાના મુખ્ય ડોક્ટરે બંને પક્ષને સમજાવીને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો