અમદાવાદ, રાજ્યસભાના સાંસદોની ટર્મ આગામી માસમાં પુર્ણ થઈ રહી છે. ભા.જ.પ.ના ચાર સાંસદો પૈકી એક સાંસદ શંકર વેગડ એ પ્રદેશ અધ્યક્ષને પત્ર લખી પોતાની જવાબદારી પુર્ણ થઈ હોવાનું જણાવ્યું. એટલું જ નહીં, અન્ય કાર્યકર્તાને હવે તક આપવાનું પણ વેગડે પત્રમાં જણાવ્યું. ઉલ્લેખનીય છે કે, ભા.જ.પ. પાસે રહેલા ધારાસભ્યોના સંખ્યબળના આધારે હવે ભા.જ.પ. ચાર પૈકી બે જ બેઠકો જીતી શકે તેમ છે.
ભા.જ.પ.ના ચાર સાંસદો પૈકી ત્રણ સાંસદ પૈકી મનસુખ માંડવીયા અને પરસોતમ રૂપાલા કેન્દ્ર સરકારમાં રાજ્યકક્ષાના મંત્રી હોવાના નાતે તેમને કાર્યતર રાખવા પડે તે સ્વાભાવિક છે. અન્ય બે સાંસદ પૈકી અરૂણ જેટલી પણ મંત્રી હોવાની સાથે પક્ષમાં મોટું કદ ધરાવે છે.
જેથી તેમની પણ બાદબાકી કરી શકાય તેમ નથી. જોકે, અન્ય રાજ્યોમાં પણ રાજ્યસભાની ચૂંટણી આવતી હોવાના નાતે જેટલીને ઉત્તરપ્રદેશથી સાંસદ બનાવાય તેમ સૂત્રો જણાવી રહ્યાં છે. આથી બાકી રહેતા એક સાંસદ શંકર વેગડનો હાલ બાંધછોડ કરી આ પ્રકારની તૈયારી દર્શાવ્યા સિવાય કોઈ ચારો પણ ના હોવાનું સ્વાભાવિક છે.