અમદાવાદ, કોઈ પણ અજાણ્યા વ્યક્તિને લિફ્ટ આપનાર વ્યક્તિ ચેતી જજો, લિફ્ટ આપવું પડી શકે છે મોંઘું.જી હાં હાલમાં જ અમદાવાદમાં રહેતા શિવપ્રસાદ સિંહને લિફ્ટ આપવું પડી ગયું છે મોંઘું અને ત્રણ યુવકોએ.શિવપ્રસાદ સિંહને ગન બતાવીને ગોળી મારી દઇશું તેવી ધમકી આપી કાર સહિત કુલ આઠ લાખની લૂંટ કરી ફરાર થઈ ગયા છે.
અમદાવાદના વેપારી શિવપ્રસાદ સિંહને વલાદ નજીક લૂંટી લેવાયા. ઇડરથી પરત ફરી રહેલા શિવ પ્રસાદ સિંહ પાસે ઇડરથી અમદાવાદ આવવા ત્રણ યુવકોએ લિફ્ટ માંગી. રસ્તામાં ત્રણ વાર વોમિટ થવાના બહાને કાર પણ ઉભી રખાવી. પ્રાંતિજ ટોલટેક્સ નજીક આવેલા વલાદ ગામે તેમને મોકો મળતાં જ તેમણે શિવપ્રસાદ સિંહને લૂંટી લીધા. આઠ લાખ જેવો અંદાજિત રકમનો મુદ્દા માલ કે જેમાં ફોર્ડ કાર, સોનાની વીંટી , મોબાઇલ, કેશ સમગ્ર વસ્તુ ત્રણે યુવકો લૂંટી ફરાર થઈ ગયા. આ માટે શિવપ્રસાદ સિંહ રાજપૂતે હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે