શાહીબાગમાં લૉકડાઉનના સમયે પરિવાર લગ્નની સીડી જોતો હતો, ત્યારે પરિણીતા અને નણંદ વચ્ચે બોલાચાલી થઈ હતી. આથી પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરતા પરિણીતાએ દવાની ગોળીઓ ખાઈ લીધી હતી. જો કે પતિ તેને પિયર મૂકી આવ્યો હતો, બીજી બાજુ પિયરમાં જાણ થતાં પરિણીતાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરાઈ હતી, ત્યારબાદ પરિણીતાએ પતિ અને સાસરિયાં સામે શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાની ફરિયાદ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ અનુસાર, શાહીબાગમાં રહેતો પરિવાર ઘરે લગ્નની કેસેટ જોતો હતો ત્યારે નણંદ અને પરિણીતા વચ્ચે ઝઘડો થયો હતો. ત્યારબાદ પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરી હતી. એટલે પરિણીતાને દવાની પડેલી બોટલમાંથી ગોળીઓ ખાઈ લીધી હતી. ત્યારબાદ પતિએ પરિણીતાને તેના પિયર મૂકી આવ્યો હતો. પિયરમાં પરિણીતાએ દવા ખાધી હોવાની જાણ થતાં તેને હોસ્પિટલ દાખલ કરાઈ હતી. આ અંગેની જાણ શાહીબાગ પોલીસ સ્ટેશનને થતાં પોલીસનો કાફલો પણ હોસ્પિટલ દોડી આવ્યો હતો.
અગાઉ પણ પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરી હતી
પરિણીતાને અવારનવાર મહેણાં મારતા હોવાથી જોકે પરિણીતા તેનો કોઈ જવાબ આપે તો તેનો પતિ તેની સાથે મારઝૂડ કરતો હતો અગાઉ પણ આ જ રીતે થતાં પતિએ પરિણીતા સાથે મારઝૂડ કરી હતી. આથી પરિણીતા તેના પિયર ચાલી આવી હતી, પંરતુ ઘર સંસાર ન બગડે તે માટે થોડા દિવસ પિયરમાં રહીને પરત સાસરીમાં આવી ગઈ હતી.