પ્રેમિકાએ વહેલી સવારે કરેલો મેસેજ પત્ની વાંચી જતા પતિના પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. શહેરના ડિકેબિન વિસ્તારમાં વહેલી સવારે 4 વાગ્યે પતિના ફોનમાં મેસેજ આવતા પત્ની જાગી ગઇ હતી. પત્નીએ ફોનમાં ચેક કરતા યુવતીનો મેસેજ અને કોલ રેકોર્ડિંગ મળી આવ્યું હતું. જે મામલે પત્નીએ પતિને વહેલી સવારે ઉઠાડીને પૂછ્યું હતું. જેથી પતિએ ઉશ્કેરાઈને પત્ની સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો. જેનાં પગલે પત્નીએ પિતા અને ભાઇને જાણ કરી હતી. ડિકેબિન વિસ્તારમાં રહેતા યુવકની સવાર પ્રેમિકાએ સવારે ચાર વાગ્યે મોકલેલા મેસેજે બગાડી હતી. પ્રમિકાના મેસેજથી પ્રેમ પ્રકરણનો ભાંડો ફૂટી ગયો હતો. ડિકેબિનની એક સોસાયટીમાં રહેતાં યુવકની પત્ની સવારે ચાર વાગ્યે પતિના ફોનના મેસેજની ટોનથી જાગી ગઇ હતી. આટલી વહેલી સવારે કોનો મેસેજ આવ્યો તે જોતા નીલમ સોની નામની યુવતીનો ફોનમાં મેસેજ હતો. યુવતીનો સવારે મેસેજ જોઇ તપાસ કરતાં ફોનમાં ઘણા મેસેજ અને કોલ રેકોર્ડિંગ પણ મળી આવ્યું હતું. બનાવ અંગે સાબરમતી પોલીસે પતિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.