Mahindra XUV 700 ને લઇ આવ્યા ખરાબ સમાચાર
અમદાવાદ : હાલ ટૂંક સમય માં Mahindra XUV 700 માર્કેટ માં આવી રહી છે, જેને લઇ ને ગ્રાહકો માં ઉત્સાહ જોવા મળ્યો , પરંતુ એક ગ્રાહકને આ ઉત્સાહ થી ઘણું શીખવા મળ્યું અને ખૂબ જ કડવો અનુભવ થયું છે. Mahindra XUV 700ના ટૉપ વેરિયન્ટની (Mahindra XUV700) ઘણા લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ કારની જાહેરાત ગત મહિને થઈ હતી અને હવે આ કારનું ઉત્પાદન પણ શરૂ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. આગામી ઓક્ટોબર મહિનામાં XUV700 કાર લોન્ચ થઈ શકે છે.
જોકે અમદાવાદ ના ગ્રાહકનેં એસ જી હાઇવે પર આવેલા એક મહિન્દ્રા શો રૂમ થી XUV 700 જોવા માટે બોલાવવામાં આવ્યા એક પ્રકારે કહી શકાય કે ટેસ્ટ ડ્રાઇવ માટે એટલે ગ્રાહક હરખ માં આવી ગાંધીનગર થી 33 kms ડ્રાઇવ કરી XUV 700 ટેસ્ટ ડ્રાઈવ માટે આવ્યા પરંતુ ત્યાંના સેલ્સના કર્મચારીએ એમને રમત રમાડી હોય તેવો કડવો અનુભવ થયો છે.
સેલ્સમેન દ્વારા કહેવામાં આવ્યું કે આજે ડેમો મોડેલ આવ્યું છે પણ રીપેરીંગ માટે બહાર ગયું છે. જોકે ગ્રાહક દ્વારા સેલ્સમેનને કહેવા માં આવ્યું કે ગાડી હાજર નહોતી તો શું કામ આપે બોલાવ્યો તો વારંવાર સેલ્સમેન કહી રહ્યો હતો કે ડેમો માં ફોલ્ટ આવ્યો છે એટલે રીપેરીંગ માં ગઈ છે જોકે બે ચાર જુદા સેલ્સમેન ત્યાં કહી પણ રહ્યા હતા કે હજી ગાડી પણ નથી આવી પણ જે સેલ્સમેને બોલાવ્યો હતો એ તો અવનવા બહાના બતાવી રહ્યો હતો, ત્યારે ગ્રાહકે આ બાબત ને લઈ Mahindra XUV 700 નો ટેસ્ટ ડ્રાઇવ થી જ શીખવા મળ્યું કે ડેમો માં જ ફોલ્ટ હોય તો ગાડી લઉં પછી શું કરીશ? આખા આખી ઘટના ની જાણ મહિન્દ્રાના ઉપરી અધિકારીઓને ફરિયાદ કરી છે.
આપણે જણાવી દઈએ કે ગ્રેટ લુક અને પાવરફુલ ફીચર્સ સાથે મહિન્દ્રા XUV700 લાઇનઅપ કુલ 29 વેરિએન્ટમાં લોન્ચ થઈ શકે છે, જેમાં 5 સીટર XUV700ના 13 વેરિએન્ટ અને 7 સીટર XUV700ના 16 વેરિએન્ટનો સમાવેશ થાય છે. મિડ-સ્પેક AX5 ડીઝલ વેરિએન્ટ્સને વૈકલ્પિક ઓલ-વ્હીલ-ડ્રાઇવ (AWD) સિસ્ટમ મળશે. આ ઉપરાંત AX7 પેટ્રોલ AMD પણ મળી શકે છે.આ કાર પ્રીમિયમ સાટિન ફિનિશ અને સાટિન ક્રોમ કિટ સાથે લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. તે સાઇડ મોલ્ડિંગ માટે બમ્પર, એક્સટીરિયર રિયર વ્યૂ મિરર, વ્હીલ આર્ચ અને વધારાના ક્રોમ ટ્રિમ્સ પણ આપે છે. આ ઉપરાંત રૂફ રેક, રિયર બમ્પર પ્રોટેક્ટર, એન્ટી થેફ્ટ વ્હીલ બોલ્ડ્સ અને બોડી કવરને સાટિન ફિનિશ આપવામાં આવી શકે છે.