અમદાવાદમાં અાવતી કાલે મ્યુનિસિપલ કોર્પોરેશન દાણીલીમડા ખાતે 4-30 કલાકે મેયર ગૌતમ શાહના અધ્યક્ષ સ્થાને હિટ એક્શન પ્લાનના અમલીકરણનો કાર્યક્રમનું અાયોજન કરવામાં અાવ્યુ છે. અા કાર્યક્રમમાં અલગ અલગ એનજીઓ સાથે જોડાયેલા પ્રતિનિધિઓ, શહેરના જાણીતા કન્સ્ટ્રક્શન ક્ષેત્ર સાથે સંકળાયેલા બિલ્ડરો, અમદાવાદ ટ્રાફિક પોલીસના પ્રતિનિધિઓ,ઇન્ડસ્ટ્રીયલ એશોસિએશનના અગ્રણીઓ, ઇન્ડીયન મેટ્રોલોજીકલ વિભાગના ડાયરેક્ટર, IIPH ગાંધીનગર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના જુદા જુદા અધિકારીઓ, કર્મચારીઓ હાજર રહેશે.
અા પ્રસંગે મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારી અાઈઅાઈપીએચના અધિકારી વર્ષ 2013થી 2017 દરમિયાન હિટ એક્શન પ્લાન અંતર્ગત થયેલા કામોનું પ્રેઝટેશન કરવામાં અાવશે.હિટ એક્શન પ્લાનના વરદ હસ્તે જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં અાવશે.