અમદાવાદ ના મેઘાણીનગર વિસ્તારમાં ગઈ કાલે રાત્રે રીન્કુ નામના ઇસમ દ્વારા ખુલ્લે આમ તલવાર, પાઈપો, હોકી અને બેસબોલ ની સ્ટીક થી આખા વિસ્તારમાં 100 થી વધુ વાહનોમાં તોડફોડ કરવામાં આવી હતી અને ત્યારબાદ ટીક-ટોક પર એક વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો. રીન્કુ નામનો ઇસમ બોલતો જણાય છે કે, મેઘાણીનગર નો નવો બાપ છું જેને લઈ ને મેઘાણીનગરમાં રહેતા લોકોમાં એક દેહ્સત ફેલાઈ ગઈ હતી અને લોકોમાં ગભરાટ ફેલાઈ ગઈ. આજે સવારે મેઘાણીનગર ના રહીશો મેઘાણીનગર પોલીસ સ્ટેશન પહોચ્યા અને પોલીસ સ્ટેસનમાં રજૂઆત કાર્ય બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા સી.સી.ટી.વી. ફૂટેજ અને ટીક-ટોક ના વિડીયો ના આધારે આરોપીઓ ની શોધખોળ ચાલુ કરી છે, ત્યારે સ્થાનિક લોકોમાં એ પણ ચર્ચા એ વેગ પકડ્યો છે કે ભાજપ ની સરકારમાં ક્યાં સુધી લુખ્ખા તત્વો આ રીતે બેફામ ફરશે.
http://https://youtu.be/XnhI9IWpkxk