ઠક્કરનગર એપ્રોચ પાસે આવેલી લારીઓ પર વેપારી અને તેનો મિત્ર મસ્કાબન ખાવા માટે ગયા હતા. વેપારી લારી પર મજાકમાં ભાઇ ખડા સરકાર સે બડા તેવો ડાયલોગ બોલ્યો હતો. દરમિયાનમાં ત્યા બેઠેલા બે શખસો ઉશ્કેરાયા અને કહ્યું તુ ભાઇ છે તેમ કહી માર માર્યો હતો. બીજા દિવસે ફરી વેપારી આ લારી પર જતાં આ જ બે શખસોએ વેપારીને છરીના ઘા મારી રહેંશી નાખ્યો હતો. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
બાપુનગર દિનેશ ચેમ્બર સામે આવેલી જગત સોસાયટી વિભાગ-૧માં ખોડિયાર કંગન એન્ડ ફેશન નામની દુકાન ધરાવી વેપારી રવિ જીતુભાઇ ગજેરા વેપાર કરતો હતો. વેપારી દુકાન ચલાવી પોતાના પરિવારનુ ગુજરાન ચલાવતો હતો. ગત ૨૮મી જાન્યુઆરીએ રવિવારના રોજ રવિની દુકાન પર તેનો મિત્ર મેહુલ રવિન્દ્રભાઇ બારોટ ગયો હતો. મેહુલને રવિએ વાત કરી હતી કે, ગઇ કાલે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસના સમયમાં ઠક્કરનગર એપ્રોચ ચાર રસ્તા પાસે સ્વામીનારાયણ મંદિરની આગળ આવેલા ભુદેવ મસ્કાબનની લારી પર હું અને ર્હાિદક પટેલ નાસ્તો કરવા ગયા હતા. દરમિયાનમાં રવિએ લારી પર નાસ્તો લેતા સમયે ભાઇ ખડા સરકાર સે બડા તેમ કહ્યું હતુ.આ સાંભળી ત્યા બેઠેલા પ્રતિક ઉર્ફે મચ્છર વિજયભાઇ ત્રિવેદી ઉભા થઇ ગયા અને તુ ભાઇ છે તેમ કહી રવિ સાથે ઝઘડો કરી માર મારવા લાગ્યા હતા. દરમિયાનમાં ર્હાિદકે વચ્ચે પડીને સમાધાન કરાવ્યુ હતુ. આ વાત કરી ૨૮મી રાત્રે ફરી રવિ અને મેહુલ ઠકકરનગર એપ્રોચ પર નાસ્કો કરવા ગયા હતા.
મેહુલ રવિનુ બાઇક લઇ ઘરે મુલાકાત લેવા ગયો હતો. મેહુલ પરત ફર્યો ત્યારે રવિને પકડીને વિક્રમ રબારીએ પકડી રાખ્યો હતોઅને પ્રતિક ત્રિવેદીએ છરીના ઘા માર્યા હતા. મેહુલને જોઇ બંને આરોપીઓ ભાગી ગયા હતા. આ અંગે ક્રૃષ્ણનગર પોલીસે ગુનો નોધી આરોપીઓની શોધખોળ હાથ ધરી