અમદાવાદના સોલા સાયન્સ સીટી રોડ પર જે. બી. આર. આર્કેડ પાસે નર્મદાની લાઇન લીકેજ થતા હજારો લીટર પાણીનો વ્યય થયો છે. કોપોઁરેશન દ્વારા બીજા દિવસે પણ રીપેર ન કરાતા ભર શિયાળે ચોમાસા જેવી સ્થીતી સર્જાઈ હતી. સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો. લોકો તંત્રની ઢીલી કામગીરીથી પરેશાનીમાં મુકાયા હતા.