NEETની પરીક્ષામાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને અન્યાય થયો હોવાના મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજન્ટ અરજી કરવામાં આવી છે.
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ અરજીમાં જણાવવામાં આવ્યું છે કે એક જ કોમન મેરીટ લિસ્ટ બને અને દેશના તમામ વિદ્યાર્થીઓને સમાન તક મળે એ માટે મેડિકલ અને ડેન્ટલમાં પ્રવેશ માટે નીટની પરીક્ષા લેવાય છે. તો પછી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં પ્રશ્નપત્ર અલગ પુછાયું, ગુજરાતી માધ્યમનું પેપર અઘરું હતું. વિદ્યાર્થીઓને સમાન તકની વાતનો છેદ ઉડ્યો છે અને વિદ્યાર્થીઓને અન્યાય થયો છે.
હાઇકોર્ટ પાસે આ મામલે હસ્તક્ષેપની માંગ કરતાં આગામી 26 મેના રોજ અરજન્ટ હિયરિંગ માટે હાઇકોર્ટે અરજદારોને છૂટ આપી છે.