અમદાવાદની સિવિલ હોસ્પિટલ કેમ્પસ ની મુલાકાતે આવેલા આરોગ્યમંત્રી નીતિન પટેલ કહ્યું કે , ‘તબીબી સારવાર અને સુવિધા ક્ષેત્રે ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે જેમાં ખાસ કરીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ એ સમગ્ર દેશ માટે ઉદાહરણરૂપ છે ત્યારે નવીન બનેલી 1200 બેડની હોસ્પિટલના ઉદ્ઘાટન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો સમય મેળવી હોસ્પિટલ સત્વરેશરૂઆત કરવામાં આવશે.’
સિવિલ હોસ્પિટલ કેમ્પસની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રી નીતિન પટેલ અને એડિશનલ ચીફ સેક્રેટરી પુનમચંદ પરમાર , આરોગ્ય કમિશનર જયંતિ રવિએ નવનિર્મિત 1200 બેડની હોસ્પિટલ સહિત અન્ય તબીબી સંસ્થા ઓની મુલાકાત લીધી હતી.
પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે ‘નવીન ૧૨૦૦ ની હોસ્પિટલ લગભગ તૈયાર છે. જેથી ટૂંક સમયમાં પીએમઓ નો સંપર્ક કરી ઉદ્દઘાટન માટે પ્રધાનમંત્રી નો સમય માગવામાં આવશે. હવે નજીકના ભવિષ્યમાં હોસ્પિટલ કાર્યરત બનશે.
ઉપરાંત મંજુશ્રી મીલ કેમ્પસમાં બની રહેલી જુદી જુદી નવી હોસ્પિટલ સત્વરે ચાલુ થઈ શકે તે માટે સરકારે પગલાં લીધા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ખાસ કરીને આઇસીસીયું જેવી ઇમર્જન્સી મેડિકલ સર્વિસ પણ વધુ અને વધુ કાર્યક્ષમ બનાવવા ઉપર રાજ્ય સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી હોવાનું તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે તબીબી સંસ્થાઓમાં કાર્યરત જુદી-જુદી આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કર્મચારીઓના થતાં શોષણ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોઈપણ આઉટસોર્સિંગ agency કર્મચારીઓનું શોષણ કરશે તો તેમની સામે કડક પગલાં લેવાશે. ઉલ્લેખનીય છે કે વર્ગ ૪ ના કર્મચારીઓ પુરા પાડતી રાજદીપ એન્ટરપ્રાઇઝ ના કર્મચારીઓ એ આજે તેમના શોષણના મુદ્દે હડતાલ પાડી હતી. આ કર્મચારી ઓ એ કરેલા દેખાવ બદલ પોલીસે કેટલાક કર્મચારીઓ ની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે. કર્મચારીઓ એ લઘુત્તમ વેતન, પ્રોવિદંડ ફંડ, રજા, મેડિકલ ફેસિલિટી જેવા મુદે રાજદીપ એન્ટરપ્રાઇઝ દ્વારા શોષણ કરાતું હોવાનો આક્ષેપ કર્યો છે.
આ પ્રસંગે અમદાવાદ સિવિલ કેમ્પસમાં આવેલી જુદી જુદી તબીબી શિક્ષણ અને હોસ્પિટલોનાં વડા ઉપસ્થિત રહ્યા હતા.