રૂપાલની જોગણી માતા તરીકે ઓળખાતા ઢબુડી માના ધતિંગનો પર્દાફાશ થયો છે. દિવસે-દિવસે ઢબુડી માની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ઢબુડીમાં મામલે વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે.અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ધનજીઓડ ઉર્ફે ઢબુડીમાં જે આલિશાન બંગાલમાં રહે છે. તે દિવ્યકુંજ બેંગ્લોઝમાં છેલ્લા 6 મહિનાથી મહિને 36 હજાર રૂપિયાના ભાડા પેટે ઢબુડીમા રહેતા હોવાનું સામે આવ્યું છે.
ત્યારે ઢબુડીમાની હકીકત સામે આવ્યા બાદ મકાન માલિકે બંગલો ખાલી કરી દેવા માટે નોટિસ આપી છે. હાલ તો પોલીસ મથકમાં લોકોની ફરિયાદ થયા બાદ ઢબુડી મા ઉર્ફે ધનજી ઓડ ફરાર થઇ ગયો છે.આસ્થાના નામે લોકોના ખીસા ખંખેરવાના મીડિયા રિપોર્ટ બાદ મકાનનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વીડિયો જોઇને લોકોમાં કૂતુહલ સર્જાયુ છે.