કોરોનાના બે વર્ષ બાદ આ વર્ષની નવરાત્રી તમામ ખેલૈયાઓ માટે ખાસ છે. ખેલૈયા ગરબાના તાલે નાચવા તૈયાર છે. મંગળવારે નવરાત્રિના બીજા દિવસે વરસાદે ગરબાને ખલેલ પહોંચાડી હતી. બપોર સુધીમાં સૂર્ય ચમકતો હતો પરંતુ અચાનક જ અમદાવાદમાં કાળા વાદળો ઘેરાઈ ગયા હતા. નવરાત્રિના બીજા દિવસે અમદાવાદ શહેરમાં અચાનક હવામાનમાં પલટો આવતા ખેલૈયાઓ નિરાશ થયા છે. નવરાત્રિની પહેલી રાત્રે પણ વરસાદ પડ્યો હતો. જ્યારે બીજા દિવસે પણ ધીમીધારે વરસાદના કારણે ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી હતી. પૂર્વ વિસ્તારના મણિનગર, ખોખરા, વાસણામાં રાત્રે 8 વાગ્યાથી વરસાદ શરૂ થયો હતો.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ પડશે. અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને કારણે અમદાવાદમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્રના ખેડા અને બનાસકાંઠા, જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે.
