ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂ તેમની ભારત મુલાકાત દરમિયાન અમદાવાદ મુલાકાત આવ્યા. તેમના સ્વાગત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ ખાતે તેમનુ સ્વાગત કર્યુ. વિશ્વના ત્રીજા મોટા નેતા 40 મહિનામાં અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. અમદાવાદમાં છેલ્લાં બે વર્ષમાં ચીન અને જાપાનના વડાપ્રધાન આવી ચૂક્યા છે. આજે ઈઝરાયલના વડાપ્રધાન આવશે. તેઓ સવારે અમદાવાદ આવશે અને વિવિધ સ્થળની મુલાકાત લેશે. સાથેસાથે અમદાવાદમાં ગાંધી આશ્રમ રોડ શોના રૂપમાં વડાપ્રધાન મોદી સાથે જશે. એરપોર્ટથી રોડ શો યોજીને બંને PM સાબરમતી આશ્રમ પહોંચશે. ત્યારે અહીં બંને નેતા અડધો કલાક ગાળશે, નેતન્યાહૂ ચરખો પણ કાંતશે.
નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રૃા. ૧૨ કરોડનાં ખર્ચે બનેલા રાજ્યનાં આ સૌ પ્રથમ સેન્ટર ઓફ એક્સલેન્સ વેજીટેબલ ૨૦૦ ચોરસમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ૫૦ લાખ ધરૃનું નિદર્શન કરાય છે. જે ધરુ પ્રતિકૂળ વાતાવરણમાં ટકીને કિટકો – જંતુ સામે પ્રતિરોધક શક્તિ પણ ધરાવે છે. ભવિષ્યમાં અહીં મધમાખી ઉછેર અને સેન્દ્રીય પાકોનું નિદર્શન કરાશે. અત્રે નોંધનીય છે કે ગુજરાતનું આ એક માત્ર સેન્ટર છે જ્યાં એક જ સ્થળ ઉપર આશરે ૨ હેકટર વિસ્તારમાં જૂદા જૂદા પ્રકારનાં ૨૦ જેટલા રક્ષિત ખેતીનાં સ્ટ્રકચર આવેલા છે. બન્ને વડાપ્રધાનો સેન્ટર ખાતે કાયમી સ્મૃતિરૃપ એવા સ્તંભને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે તેઓ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ પણ કરશે.


Dipal
Satyaday, Gujarat’s largest language media group, brings to you the most comprehensive Gujarati News Website. The app covers Latest Gujarati news from all around the world giving you a complete up-to-date coverage on news anytime and anywhere.