પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી 10 સપ્ટેમ્બરે અમદાવાદમાં સાયન્સ સિટી ખાતે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના મંત્રીઓ અને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવોની બે દિવસીય વિજ્ઞાન પરિષદનું ઉદ્ઘાટન કરશે. જેમાં તમામ રાજ્યોના વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રીઓ અને સચિવો ભાગ લેશે. પીએમ મોદીના 11 સપ્ટેમ્બરના કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સંદર્ભે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે બુધવારે નવી દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને તેની જાહેરાત કરી હતી. માહિતગાર સૂત્રોનું કહેવું છે કે કેન્દ્રીય મંત્રાલયના નિર્દેશો અનુસાર રાજ્ય વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ આ કોન્ફરન્સના આયોજન માટે સુવિધાકારની ભૂમિકા ભજવી રહ્યું છે.
આ કોન્ફરન્સમાં લગભગ 150 થી 200 મહાનુભાવો ભાગ લેશે, તેમની વ્યવસ્થા રાજ્યના વડા પર રહેશે. આ બે દિવસીય કોન્ફરન્સમાં બાયોટેકનોલોજી, ઈકોનોમી, સેન્ટર ફોર સ્પેસ એપ્લીકેશન, સાયન્સ એન્ડ ટેક્નોલોજી સંબંધિત ઓટોમેટિક રિસર્ચ જેવા 8 થી 10 વિવિધ કેન્દ્રીય વિભાગોના વડાઓ પણ ભાગ લેશે. વિજ્ઞાન પરિષદ 10-11 સપ્ટેમ્બર, શનિવાર-રવિવારે યોજાશે.