PSI એચ.સી પરમારને ચાલુ કારમાં ઢસડીને લઇ જનાર આરોપી રણજીતની રાજકીય અને પોલીસ અધિકારીઓના વગના કારણે પાસા કર્યા વગર જામીન આપી છોડી મુકાયો. DGP એ કોરોના યોધ્ધા ઉપર હુમલો કરનાર પર પાસા હુકમ કર્યો તેની ઐસી-તેસી કરતો નારોલનો કિસ્સો. સરકાર એક તરફ કોરોના વોરિયર્સની ફુલવર્ષા કરીને પ્રોત્સાહીત કરે છે. કોરોનામાં પરિવારની ચિંતા કર્યા વગર યોધ્ધાની જેમ કામ કરે છે. જેથી આવા યોધ્ધાઓમાં પોલીસ,ડોકટર અને અન્ય ઇમરજન્સી સેવાનુ કામ કરતા લોકોનો સમાવેશ થાય છે. આ યોધ્ધાઓની કામગીરીમાં કોઇ દખલ કરે કે તે તેમના પર હુમલો કરે તેવા અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા DGP એ પાસા કરવાનો હુકમ કર્યો છે.
પરંતુ રાજકારણીઓ અને ઉચ્ચપોલીસ અધિકારીઓની વગ ધરાવતા અસામજિક તત્વો પર પાસા કે કોઇ નકકર કાર્યવાહી કરવામા આવતી ન હોવાની ચર્ચાએ પોલીસમાં જોર પકડયુ છે. નારોલ પોલીસ સ્ટેશનના તાબામાં આવતી શાસ્ત્રીબ્રીજ પોલીસ ચોકી પર PSI હરદીપસીહ પરમાર પર હુમલો કરી 100 ફુટ ઢસડીને લઇ જનાર રણજીત ભરવાડના કેસમાં પણ મિલીભગતની નિતી અપનાવી હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે. આરોપી રણજીત ભરવાડ એડીસી બેન્કના ડિરેકટર એવા ભવાન ભરવાડના સંબંધી હોવાથી મોટા રાજકીય નેતા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓના ફોન આવતાં DGP ના આદેશના લીરેલીરા ઉડાવવામા આવ્યા છે. આરોપી રણજીત વિરુધ્ધ ગુનો ના નોંધાય તે માટે પુરતા પ્રયાસ કરાયા હતા. મહામુસીબતે ગુનો તો નોંધાયો પરંતુ તેના વિરુધ્ધ પાસાનો ગુનો નોંધવામા આવ્યો નહતો. રણજીતને તાત્કાલિક જામીન મળી જતાં તે છુટી ગયો હોવાનુ જાણવા મળ્યુ છે જેના કારણે ભર બપોરે કાર્યવાહી કરતી પોલીસનુ મોરલ ડાઉન થઇ ગયુ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.