આંતરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ (AHP) કાર્યાલય પર આજે અમદાવાદ પોલીસ પહોંચી જતા ભારે વિવાદ ઉભો થયો છે. એવું કહેવાય છે કે પાલડી ખાતેના કાર્યાલય પર AHP દ્વારા ખોટી રીતે કબજો કરવામાં આવ્યો છે. આ અંગેની ફરીયાદ મળતા પોલીસ AHP કાર્યાલય પર પહોંચી હોવાની જાણકારી મળી રહી છે. RSS દ્વારા AHPની ઓફીસ પર ખોટી રીતે કબ્જો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.
વિગતો મુજબ અમદાવાદના પાલડી ખાતે આંતરરાષ્ટ્રીય હિંદૂ પરિષદ(AHP) દ્વારા પાલડી ખાતે આવેલી મહાલક્ષ્મી સોસાયટીના વણીકર ભવનમાં કાર્યાલય ચલાવવામાં આવે છે. આ કાર્યાલયમાં VHP અને RSSના અમુક કાર્યકર્તાઓ કાર્યાલયમાં ગેરકાયદેસર રીતે ઘૂસીને કબજો લેવાનો પ્રયત્ન કરતા મામલો ઘર્ષણમાં પરિણમ્યો હોવાની માહિતી જાણવા મળી રહી છે. હાલ સ્થળ પર બન્ને સંગઠનો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે.
AHPના ચીફ પ્રવીણ તોગડીયાએ કહ્યું કે નરેન્દ્ર મોદીના ઈશારે પોલીસે કાયદાનું ઉલ્લંધન કર્યું છે. પોલીસે કાયદાની મર્યાદામાં રહીને કામ કરી રહી નથી અને AHPની હેરાનગતિ કરી રહી છે.