સંજય લીલા ભણસાળીની ફિલ્મ કોઈને કોઈ વિવાદના કારણે ચર્ચામાં રહી છે. કરણીસેનાઅે વિરોધ કરતા ચાર રાજ્યોમાં ફિલ્મ રિલિઝ નથી થઈ.તો અાજે ફિલ્મને ગુજરાતમાં રિલિઝ કરવા મામલે હાઈકોર્ટમાં રજૂઅાત કરવામાં અાવી હતી.
ફિલ્મ પદ્માવત ગુજરાતમાં રિલિઝ કરવાની માંગણી સાથે હાઇકોર્ટમાં કરાઇ રજૂઆત.ફિલ્મ રિલીઝ કરતી વખતે પૂરતા પોલીસ રક્ષણ સહિતના મુદ્દાઓ પર કોર્ટમાં કરાઇ રજૂઆત.અરજદારે અર્જન્ટ હિયરિંગની માગ કરી પિટિશન કરવા માંગી છૂટ. હાઈકોર્ટે આપી મંજુરી.આવતી કાલે થશે અર્જન્ટ હીઅરિંગ