અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તાર એક મહિલા પર ચાકુની અણીએ બળાત્કાર કર્યો હોવાની ઘટના વિવાદમાં આવી છે. આ ઘટના અંગે ના ફોટા અને વિડીયો વાયરલ થતાં પોલીસે બંને આરોપીઓની તપાસ માટે કાર્યવાહી તેજ કરી છે. ઘટનાની તલસ્પર્શી તપાસ કરતા ફરિયાદ કરતા હકીકત વિપરીત હોવાનું પોલીસની નજરે પડ્યું છે. અમદાવાદના ફતેવાડી વિસ્તાર જ્યાં એક મહિલા પર બે શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઇ. મહિલા પર બળાત્કારની જાણ થતા સ્થાનિક લોકોએ બળાત્કારી શખ્સોનું મુંડન કરી ઉઠક બેઠક પણ કરાવી હતી. જેથી પોલીસે ઘટનાની જાણ થતાની સાથે જ વેજલપુરમાં બળાત્કારની ફરિયાદ નોંધી આરોપીઓ અંગેની તપાસના ચક્રો ગતિમાન કરી દીધા હતા.ક્રાઇમબ્રાંચે આ કેસમાં આરોપીઓને પકડી લીધા છે. પરંતુ જો ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો દ્રશ્ય કંઈક અલગ જ છે. ભોગ બનનાર મહિલા જુબાની આપી રહી છે કે ચાકુની અણીએ તેના પર બે શખ્સો દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો છે. હાલ પોલીસે મહિલાની ફરિયાદ અને મેડિકલ રિપોર્ટના આધારે બળાત્કારનો ગુનો દાખલ કરી હકીકત ના મૂળ સુધી પહોંચવા તપાસ શરૂ કરી છે. છેલ્લા થોડા સમયથી ગુજરાત રાજ્યમાં બળાત્કારની ઘટનાએ માઝા મૂકી છે. પરંતુ કેટલાક કિસ્સાઓમાં મહિલાની ફરિયાદ સામે પણ આંગળી ઉંચી થઇ છે. જેમાં વેજલપુર નો કિસ્સો પણ બાકાત નથી.