[slideshow_deploy id=’34842′]રોડ ટુ સેફ્ટી અેન્ડ રાઈડ ટુ સેફ્ટી કેમ્પિયનનું અાયોજન કરવામાં અાવ્યુ હતુ. ડૉ. ગીતીકા સલુજા અને કુશ સલુજાના પ્રતિનિધિત્વમાં અા કેમ્પિયનનું અાયોજન કરવામાં અાવી રહ્યુ છે. રાઈડર્સ ખાસ કરીને યુવાન, બાળકો જે ટુ વ્હીલરનો ઉપયોગ કરે છે ખાસ તેમને સાવધાન અને સતર્ક કરવા અા કાર્યક્રમનુ અાયોજન કરવામાં અાવ્યુ છે.
અા કેમ્પિયનમાં 22 સ્કૂલ મિડલ ક્લાસ વિસ્તારમાં જેવીકે ઘાટલોડિયા, અસારવા, સરસપુર, બાપુનગર, નિકોલ, મણિનગર, જશોદાનગર, જૂહાપુરા, શાન્તીપુરા જેવા વિસ્તારોમાં વર્કશોપનું અાયોજન કરવામાં અાવ્યુ છે. જ્યા અા બાળકોને રોડ ટુ સેફ્ટી અેન્ડ રાઈડ ટુ સેફ્ટી પ્રોગ્રામ હેઠળ માહિતી અાપવામાં અાવશે. અા કાર્યક્રમમાં બાળકો સાથે તેમના માતા-પિતાને પણ માહિતગાર કરવામાં અાવશે.
બાળકોને હેલ્મેટ સાથે જ રાઈડ કરવાનું અને 18 વર્ષ પછી જ ડ્રાઈવિંગ કરવાની સમજ અાપવામાં અાવી હતી. હેલ્મેટનું વિતરણ અાઈસીઅાઈ લામ્બાર્ડ તેમજ સ્ટીલ બર્ડના સંયુક્ત ઉપક્રમે અાપવામાં અાવી હતી.
અા કેમ્પિયનમાં સલુજા ફેમિલી, તમામ શાળાના પ્રિન્સીપાલ, સ્ટાફ ગણ તેમજ ટ્રાફિક અેક્સપર્ટ અમિત શેઠ(નીરમા યુની. હેડ અોફ ડિઝાઈન ડિપાર્ટમેન્ટ) ગૌરી વેગનાર( ખ્યાતી સ્કુલ અોફ ડિઝાઈન ડિપાર્ટમેન્ટ) પ્રકાશ વરમોરા (ચેરમેન ઇમરતુસ વરમોરા ગ્રુપ) અેલિસબ્રીજ જીમખાના ખાતે 12 માર્ચે યોજાયો હતો.