અમદાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલકની નિયુક્તિ કરાઈ. પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક તરીકે ડો. જયંતિભાઈ ભાડસિયાની નિયુક્તિ કરાઈ. જેમની જવાબદારી ગુજરાત, મહારાષ્ટ્ર થી લઈ પશ્ચિમી દરીયાકિનારાના વિસ્તાર, મહારાષ્ટ્ર તેમજ મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારમાં રહેશે. 9 માર્ચે મળેલી ‘અખિલ ભારતીય પ્રતિનિધી સભા’ માં નિયુક્તિ પર મ્હોર મરાઈ. સંઘ વડા મોહન ભાગવત અને સરકાર્યવાહ ભૈયાજી જોશીની ઉપસ્થિતીમાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો. ત્રણ દિવસ ચાલનારી આ બેઠકમાં 1538 સભ્યો ઉપસ્થિત રહેશે.
