અમદાવાદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 4 માર્ચે અમદાવાદમાં પથસંચલન કરશે. અંદાજે પાંચ હજાર જેટલા સ્વયંસેવકો સંચલનમાં ભાગ લેશે. સવારે 8.15 કલાકથી શરૂ થઈ રહેલા ત્રણ વિવિધ રૂટ પર ચાલનારા પથસંચલનમાં આશરે 5000 જેટલા સ્વયંસેવકો ગણવેશમાં જોડાશે.
વિરાટનગર ખાતે ઓ.એન.જી.સી. મેદાનથી ત્રણ રૂટમાં યાત્રા નીકળશે. એક રૂટ વિરાટનગર ખાતેના ઓ.એન.જી.સી. મેદાન થી બાપુનગર પોલીસ સ્ટેશન, ગાયત્રી મંદિર થઈ ખોડીયારનગર થી ઓ.એન.જી.સી. મેદાન જશે. બીજો રૂટ તે જ મેદાનથી શરૂ થઈ વિરાટનગર કેનાલ, ખોડીયારનગર ચાર રસ્તા થઈ પરત ફરશે. આખરી રૂટ વિરાટનગર કેનાલ થઈ પરત ફરશે.