ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ( ISRO ) એ 55 ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. આ ભરતી સ્પેસ એપ્લિકેશન સેન્ટર ( SAC ) અમદાવાદની છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે, તેઓ SACની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે.
ઘણી જગ્યાઓ ભરવામાં આવી
ઓનલાઈન અરજીનું ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 15 ઓક્ટોબર 2020 છે. ભરતી પ્રક્રિયાના ભાગ રૂપે, સાયન્ટિસ્ટ, ઇજનેર અને તકનીકી સહાયક જેવી ઘણી જગ્યાઓ ભરવામાં આવી રહી છે.
ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું રહેશે
જો આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારની પસંદગી થાય, તો તેઓ 2,08,700 રૂપિયા સુધીના પગાર મળવાપાત્ર છે. ISRO ભરતી 2020 માટે આવેદનપત્ર ભરતી વખતે ઉમેદવારો પાસેથી કોઈ અરજી ફી લેવામાં આવશે નહીં. ઉમેદવારોએ 15 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યા સુધીમાં ઓનલાઇન ફોર્મ જમા કરાવવાનું રહેશે.