અમદાવાદ : ગઈ કાલે સત્ય ડેના પત્રકાર દ્વારા અમુક TRB કર્મચારીઓ ખોટી રીતે દિવાળી પહેલા ખુલ્લી લૂંટ ચલાવવામાં આવી રહી હતી, તે ખબર ધ્યાન દોરતા લાઈવ ન્યૂઝ કવેરજ કરવામાં આવ્યું હતું, તે ખબર પ્રકશિત થયા બાદ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ દ્વારા કડક પગલાં લેવા માં આવ્યા અને 2 TRB કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તેવી માહિતી આજરોજ મળી રહી છે.
આપને જણાવી દઈએ કે, રાજ્યમાં દિવાળી પહેલા નાગરિકો જોડે અલગ અલગ કાગળો ચેક કરવાના નામ પર દંડ નો ભય દેખાડી પૈસા પડાવવાનો સિલોસિલો શરુ થયું હતું. જેના ઘણા વિડિઓ પણ વાયરલ થયેલા છે, જેને ધ્યાનમાં લઇ સત્ય ડે ની ટીમ દ્વારા લાઈવ કવરેજ કરવામાં આવ્યું હતું અને તેમાં પણ TRB કર્મચારી દ્વારા પૈસા ઉઘરાણી કરતા કૅમેરામાં દ્રશ્યો કેદ થયા હતા. જે દ્રશ્યો આપ નીચે આપેલ લિંક ક્લિક કરી વિડિઓ જોઈ શકો છો.
સત્ય ડે ન્યૂઝ અને ટીમ હંમેશા લોકહિતના પ્રશ્નોને વાચા આપે છે અને સરકાર અને તંત્ર ની સમક્ષ રજુ કરે છે.