અમદાવાદમાં ગેરકાયદે બાંધકામો ઉભા કરી દઈ પોતાનું સપનાનું ઘર ખરીદવા માંગતા ગરીબોને વેચી દઈ ખુલ્લેઆમ રોકડી કરી લેવામાં આવી રહી છે અને આ આખા ખેલમાં કોર્પોરેશનના અધિકારીઓની પણ મીલીભગત હોવાની ચોંકાવનારી વાત સામે આવી રહી છે, આ ગોરખધંધા ખુલ્લેઆમ ચાલતા હોવાછતાં સંબંધિત વિભાગ દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા નથી જે અનેક સવાલો ઉભા કરે છે.
આમ જનતા સાથે ખુલ્લેઆમ છેતરપિંડીનો ખેલ ચાલી રહ્યો હોવાછતાં જાણે કે તંત્ર ઘોર નિંદ્રા માં પોઢી ગયું છે.
ચોંકાવનારી વાત તો એ છે કે જ્યાં બોગસ રહેણાંકો ઉભા કરી વેચી મારવામાં આવી રહ્યા છે તે જમીન નતો એન.એ. કરાવામાં આવી છે ન તો કોઈ પ્લાન પાસ કરાવ્યા છે ના તો રેરાની કોઈ એપ્રુવલ લેવામાં આવી છે અહીં ગેરકાયદેસર રહેણાંક બનાવી જનતા ને વેચવામાં આવી રહયા છે.
અમદાવાદ ના વિશાલા સર્કલની પાછળના વિસ્તારથી લઈને ફતેબાગ ની હેરિટેજ ઇમારત પાસે આવેલી સાબરમતી નદી સુધી ગેરકાયદેસર બાંધકામ બિલાડીના ટોપની માફક ઉભા કરી દેવામાં આવ્યા છે.
અત્યંત ગંભીર બાબત તો એ છે કે અહીં રેસિડેન્શિયલ સોસાયટીઓ, રૂ. 300ના સ્ટેમ્પ પેપર ઉપર કરાવાય છે મકાનનો વેચાણ કરાર કોની રહેમ નજર હેઠળ ચાલે છે તેનો આકા કોણ છે ? વગેરે સવાલો ઉઠવા પામ્યા છે.
હજુ થોડા સમય પહેલાજ ડીસીપી દ્વારા જુહાપુરામાં ગેરકાયદેસર બાંધકામ તોડીને સપાટો બોલાવ્યો હતો ત્યારે અહીં આટલી મોટી સંખ્યામાં ઉભા થઇ ગયેલા ગેરકાયદે બાંધકામ મામલે ડીસીપી બેખબર કેમ છે તે પણ અનેક સવાલો ઉભા કરે છે. ગરીબ જનતાને લૂંટવા રીતસર કેટલાક તત્વો મેદાને પડ્યા હોવાનું જણાય આવે છે અહીં આ વિસ્તારમાં જે બાંધકામો ઉભા કરી દેવાયા છે તેમાં
1. અહેમદ નગર
2. મરહબ ડુપ્લેક્સ
3. અનીસા રો હાઉસ
4. અહેમદી રો હાઉસ
5. અક્રમ રેસીડેન્સી
6. ઈકરા ડુપ્લેક્સ
7. અસ્લમ પાર્ક
8. મિમનગર
9. ગજાલા
10.ફૂઝૈલ પાર્ક
વગેરે નો સમાવેશ થાય છે ત્યારે આ મામલે તપાસ કરવામાં આવે તો મોટા કૌભાંડ નો પર્દાફાશ થવાની શકયતા છે જેમાં અનેક મોટા નામો સામેલ હોવાની શક્યતા રહેલી છે.