ટેબલેટમાં ફિલ્મો જોવાનાં શોખીન આરોગ્ય પ્રધાન શંકર ચૌધરી અને ગુડગાંવની કંપનીને ઇન્ક્યુબેટર ઓર્ડર ન આવ્યો પણ એના કારણે ગુજરાતની સરકારી હોસ્પિટલમાં અનેક નવજાત બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે.
સરકારી હોસ્પિટલમાં ઇન્ક્યુબેટરની આટલી મોટી જરૂર કેમ ઉભી થઇ એ સમજવાનો Satyaday news.com પ્રયાસ કર્યોતો આખીય ઘટનાં આંખ ઉઘાડનારી નીકળી ગુજરાતમાં દર વર્ષે 41% બાળકો કુપોષિત જન્મે છે. કારણકે માતાને સગર્ભા અવસ્થા દરમ્યાન સારો ખોરાક મળતો નથી અને આવા 41% બાળકો ઓછાં વજનવાળા હોય છે, જેમને બચાવવા માટે ઇન્ક્યુબેટરમાં રાખવા પડે છે. જેને દેશી ભાષામાં કાચની પેટી કહેવાય છે. ગુજરાતમાં કુપોષિત બાળકોની સંખ્યાને જોયા પછી દરેક સરકારી હોસ્પિટલમાં ઇન્ક્યુબેટર અને લીકવીડ ફૂડ રાખવાના આદેશ અપાયા અને પીડિયાટ્રિક નિયૉનટેલ વોર્ડ ( તાજા જન્મેલાં બાળકોના વોર્ડ )માં સીસીટીવી રાખવાના આદેશ હતાં જેથી બાળકની સ્થિતિ પર સતત ડૉક્ટરની નજર રહી શકે પરંતુ પ્રસંશાના હોર્ડીગ અને રસ્તા પાર લાઇટિંગ કરવામાંથી ઊંચા નહિ આવતા નેતાઓએ આમાંનું કાઈ કર્યું નહિ જેના પરિણામે કુપોષિત બાળકો સેપ્ટીસેમિયાથી મરી રહ્યા છે.
સેપ્ટીસેમિયા એવો રોગ છે કે જેમાં ઓછાં વજનવાળા જવજત શીશુને તુરંત ચેપ લાગે છે, જેની સીધી અસર ફેફસાં અને ચામડી પર થાય છે. અને લોહી ટોક્ષીક થવા લાગે છે આંતરડાની નીચેનો ભાગ સુજી જાય છે અને મૂત્રાશય પર અસર થાય છે.
જેના કારણે બાળકને શ્વાસ લેવામાં તકલીફ થાય છે હાંફે છે તાવ આવવા લાગે છે અને ઉલ્ટીઓ થવા લાગે છે. સાથે સાથે ચામડી પર લાલ ચાંભા પડી જાય છે. આ રોગ હજી માતા=પિતા સમજે ત્યાં સુધીમાં વકરી ગયો હોય છે આવા બાળકોને ઇન્ક્યુબેટરમાં રાખવામાં આવે છે સરકારી હોસ્પિટલોમાં ઇન્ક્યુબેટરની સંખ્યા ઓછી હોવાથી આવા બાળકો મોતને ભેટે છે.
માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો અહીં રોજના ચાર બાળકોના ઇન્ક્યુબેટર નહિ હોવાને કારણે મોત થાય છે. ગુજરાતનો આંકડો આનાથી પણ મોટો છે. દર વર્ષે ગુજરાતમાં ઇન્ક્યુબેટર નહિ હોવાને કારણે 20% બાળકો મોતને ભેટે છે આમ છતાં નિંભર શંકર ચૌધરીના પેટનું પાણી હાલતું નથી.
ટેબ્લેટમાં ખાનગીમાં ફિલ્મો જોવાના શોખીન શંકર ચૌધરી કદાચ એકવાર આવા બાળકોના મૃતદેહ જુએ તો સિવિલમાં લોકોના શ્વાસ અટકતા લાઈવ જોઈ કદાચ એની સંવેદના જાગે એવી પ્રાર્થનાથી વધુ આપણે કાઈ કરી શકીએ એમ નથી કારણકે શંકરની પેન નહિ ઉપડવાને ગુજરાતમાં આવીજ રીતે દર 6 કલાકે એક બાળક મારતું રહેશે એમાં કોઈ શંકા નથી