એક તરફ અમદાવાદ માં કોરોના નો કહેર ચાલી રહ્યો છે બીજીતરફ સૂર્યનારાયણ પણ પોતાનો પ્રકોપ બતાવી રહ્યા છે અને પોલીસ રાત દિવસ પોતાની ફરજ બજાવવા માં ચુક નથી ખાતા. હોમગાર્ડ, ટી.આર.બી. અને પોલીસ ની હાલત કફોડી બની ગઇ છે.
સતત લોકડાઉનની વચ્ચે પોતાની ફરજ બજાવતા એક ટી.આર.બી. મહિલા કર્મચારી રક્ષાબેન પરમાર ને સન સ્ટ્રોક આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. મહિલા કર્મચારી રક્ષાબેન પરમાર આપણી રક્ષા ખાતર ચાર દિવસ પોતાના સ્વાસ્થ્ય સામે લડતા લડતા પેરાલીસીસ થતા આજે સવારે સિવિલ હોસ્પિટલમાં શહીદ થયા હતા.